ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : રાજકુમાર જાટના મોત મામલે પિતા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનું કહેતા રહસ્ય સર્જાયું

સમગ્ર મામલે અધૂરી ઓડીઓ ક્લિપ વાયરલ થઈ તો મૃતકના પિતાનો આ ઓડીઓ ફેક હોવાનો દાવો કર્યો
10:02 AM Mar 17, 2025 IST | SANJAY
સમગ્ર મામલે અધૂરી ઓડીઓ ક્લિપ વાયરલ થઈ તો મૃતકના પિતાનો આ ઓડીઓ ફેક હોવાનો દાવો કર્યો
Rajkot Mystery arises as father asks for release of CCTV footage of ground floor in Rajkumar Jat's death case @ Gujarat First

રાજકોટમાં રાજકુમાર જાટની મોતના મામલે માહોલ ગરમાયો છે. જેમાં સમગ્ર મામલે અધૂરી ઓડીઓ ક્લિપ વાયરલ થઈ તો મૃતકના પિતાનો આ ઓડીઓ ફેક હોવાનો દાવો કર્યો છે. જોકે મૃતકના પિતા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનો પડકાર ફેંકતા ફરી રહસ્ય સર્જાયું છે. જેમાં શું ગ્રાઉન્ડ ફ્લોરના CCTV માં કોઈ રહસ્ય છુપાયેલું છે. બીજી તરફ રાજકોટ રૂરલ પોલીસ પણ શંકાના દાયરામાં આવી છે. જે પોલીસ સમગ્ર મામલે તમામ CCTV જાહેર કર્યા તો શા માટે ગ્રાઉન્ડ ફ્લોરના પૂરા CCTV જાહેર નથી કરતી તે સવાલ લોકોમાં ઉભો થઇ રહ્યો છે.

SP અને મૃતકના પિતા વચ્ચે વાયરલ થયેલા ઓડીઓ ક્લિપમાં પણ આ અંગે ઉલ્લેખ

અગાઉ રાજકોટ SP અને મૃતકના પિતા વચ્ચે વાયરલ થયેલા ઓડીઓ ક્લિપમાં પણ આ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ પોલીસે જણાવ્યું હતુ કે અકસ્માતના કારણે જ મોત થયું હોવાની મહત્વની કડી મળી છે. જેમાં ખાનગી બસની અડફેટે રાજકુમાર જાટનું મોત થયુ છે. મહાસાગર ટ્રાવેલ્સની GJ14 Z3131 નંબરની બસ અડફેટે લીધો હતો. જેમાં બસના આગળના ભાગે રાજકુમાર જાટ અથડાયો હતો. DCP ડૉ.પાર્થરાજસિંહ ગોહિલનું તપાસ અંગે મોટું નિવેદન આપ્યું છે. જેમાં મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસની ટક્કરે મોત થયુ છે. બસ ડ્રાઈવરે માલિકને જાણ ન કરી, ક્લિનર જાણતો હતો. જેમાં પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે એક ડમ્પર ચાલકે રોડ પર મૃતદેહ અંગે જાણ કરી તથા ડમ્પર ચાલકે 2:33 વાગ્યે મૃતદેહ જોયાનો દાવો કર્યો હતો. 4 માર્ચના રોજ અકસ્માત, 9 માર્ચે ઓળખ થઈ હતી. 150થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરાઈ છે. તેમજ રાજકુમારના મોત અંગે અન્ય એંગલથી પણ તપાસ શરૂ છે.

રાજકુમાર જાટ ગોંડલ રાજકોટ હાઇવે પર નિ:વસ્ત્ર રસ્તા જોવા મળ્યો હતો

અગાઉ રાજકુમાર જાટ ગોંડલ રાજકોટ હાઇવે પર નિ:વસ્ત્ર રસ્તા જોવા મળ્યો હતો. તેમજ યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરવામાં આવી છે અને તેનું પણ નિવેદન લેવાયુ છે. તેમાં પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં કોઇ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી નથી. જેમાં પરિવારજનોના ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યુ છે. હાલમાં પોલીસ અકસ્માત સર્જનારની તપાસ કરી રહી છે, રાજકોટથી ચોટીલા સુધીના સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે. જાટ યુવાન રાજકુમારના મોત અંગે સૌથી મોટો ઘટસ્ફોટ થયો જેમાં રાજકુમારના મોત મામલે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે.

જાણો શું હતો મામલો

ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.' આ દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.

આ પણ વાંચો: Terror in PAK: પાકિસ્તાનમાં વધુ એક હાઇપ્રોફાઇલ હત્યા, ક્વેટામાં જમિયતના મુફ્તી અબ્દુલ પર ગોળીબાર

 

Tags :
CCTVGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsMysterypoliceRAJKOTRajkumarJatTop Gujarati News
Next Article