Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RAJKOT : 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશીઓનો દેશ નિકાલ કરાશે

RAJKOT : સરકારના આદેશ બાદ રાજ્યભરમાં છુપાયેલા બિનઅધિકૃત પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકો વિરૂદ્ધ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે
rajkot   4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશીઓનો દેશ નિકાલ કરાશે
Advertisement
  • રાજકોટમાંથી બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકો મળી આવ્યા
  • પોલીસની ટીને સઘન ડોક્યૂમેન્ટ વેરીફીકેશન હાથ ધર્યું
  • તમામને તેમના દેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરાશે

RAJKOT : જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ગુજરાત સહિત દેશભરમાં બિનઅધિકૃત રીતે રહેતા પાકિસ્તાની (PAKISTANI) અને બાંગ્લાદેશી (BANGLADESHI) નાગરિકો વિરૂદ્ધ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન તાજેતરમાં રાજકોટ જિલ્લામાં (RAJKOT DISTRICT) થી બાતમીના આધારે 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા છે. બાલ પોલીસે તમામની અટકાયત કરીને તેમની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. બાદમાં તેમના વિરૂદ્ધ દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની કાર્યવાહી કરવામાં આવશે.

એક સગીર હોવાનું જાણવા મળી રહ્યું છે

કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્યભરમાં ખૂણે ખૂણે છુપાયેલા બિનઅધિકૃત પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકો વિરૂદ્ધ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત અનેક શંકાસ્પદની અટકાયત કરીને તેમના ડોક્યૂમેન્ટ્સનું સઘન વેરીફીકેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રાજકોટમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં બે દાયકાથી વધુ સમયથી ગેરકાયદેસર રહેતા 4 પાકિસ્તાની મળી આવ્યા છે. તેમાં એક સગીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

બાંગ્લાદેશીની સંખ્યા 21 પહોંચી

આ સાથે જ રાજકોટ પોલીસે ભગવતીપરા, મોરબી રોડ, રામનાથ પરા, જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં તપાસ કરી હતી. અહિંયાથી બિનઅધિકૃત રીતે રહેતા બાંગ્લાદેશી મળી આવ્યા છે. જેને પગલે રાજકોટમાંછી ઝડપાયેલા બાંગ્લાદેશીની સંખ્યા 21 પહોંચી છે.

Advertisement

લોધિકા તાલુકામાં કરેલી તપાસમાં સફળતા મળી

રાજકોટ પોલીસની એસઓજી અને એલસીબીની ટીમો આ અંગેની કાર્યવાહીને લઇને સતત સતર્ક છે. દરમિયાન બાતમીના આધારે લોધિકા તાલુકામાંથી 4 પાકિસ્તાનીઓ ને પકડી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામના ડોક્યૂમેન્ટ્સનું વેરીફીકેશન કર્યા બાદ તેમનો દેશ નિકાલ એટલેકે ડિપોર્ટ કરાશે. રાજ્યભરમાં ખૂણે ખૂણે ચાલતી કાર્યવાહીને પગલે બિનઅધિકૃત રહેતા નાગરિકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો --- GONDAL : રાજકુમાર જાટના બહેનનું આક્રંદ, કહ્યુું, 'રક્ષાબંધન ના આવે તો સારૂ'

Tags :
Advertisement

.

×