રાજકોટમાંથી હાલ મોટા સમાચાર આવ્યા છે. રાજકોટમાં હવે નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં..! જી, હા શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. BNSS 163(2) ની જોગવાઈ મુજબ બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ, હવે વાહનની બંને બાજુ HSRP નંબર પ્લેટ ન હોઈ તેવા વાહનોને ઇંધણ આપવા મનાઈ ફરમાવવામાં આવી છે.
Rajkot : રાજકોટમાંથી હાલ મોટા સમાચાર આવ્યા છે. રાજકોટમાં હવે નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં..! જી, હા શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા (Brajesh Kumar Jha) દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. BNSS 163(2) ની જોગવાઈ મુજબ બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર, હવે વાહનની બંને બાજુ HSRP નંબર પ્લેટ ન હોઈ તેવા વાહનોને ઇંધણ આપવા મનાઈ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલક તેમ જ પેટ્રોલ પંપ સંચાલક સહિતના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. વાહનચાલક સાથે ઘર્ષણ થાય તેવા સંજોગોમાં પોલીસને જાણ કરવાનું પણ જણાવ્યું છે.
Rajkot માં નંબર પ્લેટ વગર ઈંધણ આપવા પર મનાઇ
રાજકોટમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે માટે વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી નાખી કે તેની સાથે ચેડાં કરીને રોફ મારનારા વાહન માલિકોને અંકુશમાં રાખવા માટે રાજકોટ પોલીસ (Rajkot Police Commissioner) કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા મહત્ત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં BNSS 163 (2) ની જોગવાઇ મુજબ કડક આદેશ કરવામાં આવ્યો છે, જે હેઠળ હવે વાહનની બંને બાજુ HSRP પ્લેટ લગાવવી ફરજિયાત રહેશે. જો નંબર પ્લેટ નહીં હોય તો હવે વાહનચાલકને ઇંધણ આપવામાં નહીં આવે. નંબર પ્લેટ વગર પેટ્રોલ પંપ પર ઈંધણ આપવા પર મનાઇ ફરવામાં આવી છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
જાહેરનામા મુજબ, રાજકોટ શહેરના તમામ પેટ્રોલ, ડીઝલ અને CNG પંપ સંચાલકો અને કર્મચારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે માન્ય નંબર પ્લેટ વગરના કોઈ પણ વાહન આવે તો તેમણે ઈંધણ આપવામાં નહીં આવે. આ સાથે જાહેરનામુ ભંગ કરનાર વાહનચાલક, પેટ્રોલ પંપ સંચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વાહનચાલક સાથે ઘર્ષણ થાય તેવા સંજોગોમાં પોલીસને પણ જાણ કરવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચો - કેવડિયામાં ઐતિહાસિક ફેરફાર: 2018 પછી પહેલીવાર સવારના બદલે સાંજે યોજાશે રાષ્ટ્રીય એકતા પરેડ