Rajkot માં ખાખીને લાંછન: હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મ, પોક્સો અને ધર્મપરિવર્તન માટે દબાણની ગંભીર ફરિયાદ
- Rajkot માં હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ!
- આરોપી હેડ કોન્સ્ટેબલ મહિલા અને બાળકી પર ગુજારતો હતો સિતમ
- માતા-પુત્રીને ધર્મપરિવર્તન કરાવવા માટે શારીરિક-માનસિક ત્રાસનો આરોપ
- 5 વર્ષની માસૂમ બાળકીને વેચી દેવા માટે દબાણ કરાતા ચકચાર
- યુનિવર્સિટી પોલીસ મથકે વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ
- પોલીસ દ્વારા આરોપીની ધરપકડ અને તપાસનો ધમધમાટ શરૂ
Rajkot: ગુજરાતના રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાના રક્ષક ગણાતા પોલીસ જવાન સામે જ સનસનાટીભર્યો ગુનો નોંધાતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલ (Head Constable) સામે દુષ્કર્મ (Rape) અને પોક્સો (POCSO Act) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકે (University Police Station) ફરિયાદ નોંધાતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
માતા અને પુત્રીને ધર્મપરિવર્તન માટે દબાણ
મળતી વિગતો મુજબ, આરોપી હેડ કોન્સ્ટેબલ સામે પીડિતાએ અત્યંત ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી લાંબા સમયથી દુષ્કર્મ આચરતો હતો અને તેની માસૂમ બાળકી પર પણ ખરાબ નજર રાખતો હતો. એટલું જ નહીં, આ ખાખીધારી શખ્સે માનવતાની તમામ હદો વટાવી દીધી હોવાના આક્ષેપ સાથે જણાવાયું છે કે તે માતા અને પુત્રીને ધર્મપરિવર્તન (Religious Conversion) કરવા માટે સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો.
રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ
આરોપી મહિલા અને બાળકી પર કરતો દબાણ કરતાનો આરોપ
માતા-પુત્રીને ધર્મપરિવર્તન કરાવવા માટે કરતો હતો હેરાન#Rajkot #PoliceCrime #POCSO #GujaratFirst #CrimeNews #Justice #BreakingNewsGujarat #RajkotPolice #HumanityShame pic.twitter.com/lLtF0kG5Hg— Gujarat First (@GujaratFirst) May 14, 2026
બાળકીને વેચી દેવા માટે પણ દબાણ
સૌથી વધુ હચમચાવી દેનારી બાબત એ છે કે, આરોપી હેડ કોન્સ્ટેબલ દ્વારા મહિલાની માત્ર 5 વર્ષની માસૂમ બાળકીને (5-year-old girl child) વેચી દેવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. રક્ષકની ભૂમિકામાં રહેલા વ્યક્તિએ જ્યારે આ પ્રકારનું હીન કૃત્ય આચર્યું હોવાની વાત વહેતી થઈ ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
Rajkot: મેડિકલ તપાસની કાર્યવાહી શરૂ
રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. યુનિવર્સિટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા પીડિત મહિલાનું નિવેદન લેવામાં આવ્યું છે અને એફએસએલ (FSL) તેમજ મેડિકલ તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દળના જ કર્મચારી સામે આટલી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા પોલીસ વિભાગની છબી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતી જહાજ 'હાજી અલી' પર ડ્રોન હુમલો, ભારતે આપી કડક ચેતવણી


