Rajkot : નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, જાણો કેટલા % થયું મતદાન ?
- Rajkot નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પૂર્ણ
- દિવસ દરમિયાન કુલ સરેરાશ 96.39% મતદાન થયું
- રાજકોટ મતદાન કેન્દ્ર પર 96.43% મતદાન નોંધાયું
રાજકોટમાં (Rajkot) આજે નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જે હવે પૂર્ણ થઈ છે. માહિતી અનુસાર, કુલ સરેરાશ 96.39% મતદાન થયું છે. જ્યારે રાજકોટ મતદાન કેન્દ્ર પર 96.43% મતદાન નોંધાયું છે. 332 માંથી 320 ડેલિગેટ્સ એ મતદાન કર્યું છે. જ્યારે રાજકોટ કેન્દ્ર પર કુલ 196 માંથી 189 લોકોએ તેમના મત અધિકારનો ઉપયોગ કર્યો છે. આવતી 19 તારીકે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.
આ પણ વાંચો - Surat : સાયકલ સવાર વિદ્યાર્થીને પૂરપાટ આવતા ડમ્પરચાલકે મારી જોરદાર ટક્કર, પોલીસે કરી અટકાયત
Rajkot : નાગરિક બેંકની ચુંટણીમાં મોટો ધડાકો | Gujarat First#Rajkot #NagrikBank #CooperativeBankElection #VotingUnderway #RajkotUpdates #Gujaratfirst pic.twitter.com/bU3p2rzfk5
— Gujarat First (@GujaratFirst) November 17, 2024
રાજકોટ મતદાન કેન્દ્ર પર 96.43% મતદાન
રાજકોટમાં (Rajkot) ખૂબ જ ચર્ચીત એવી નાગરિક સહકારી બેંકની (Rajkot’s biggest co-operative bank Election) ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. માહિતી અનુસાર, રાજકોટ મતદાન કેન્દ્ર પર 96.43% મતદાન થયું છે, જ્યારે કુલ મતદાન સરેરાશ 96.39% નોંધાયું છે. 332 માંથી 320 ડેલિગેટ્સ એ મતદાન કર્યું, જ્યારે રાજકોટ કેન્દ્ર પર કુલ 196 માંથી 189 લોકોએ મતદાન કર્યું છે.
આ પણ વાંચો - Patan : તપાસમાં ચોંકાવનારો ખુલાસો! 16 સિનિયરોએ જુનિયરોને રૂમમાં બોલાવ્યા અને પછી..
સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ!
આ ચૂંટણીમાં જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલ (Sahkar Panel) અને કલપક મણિયારની સંસ્કાર પેનલ (Sanskar Panel) વચ્ચે ચૂંટણી જંગ છે. જો કે, આ ચૂંટણીમાં કોણ બાજી મારશે તે આવતી 19 તારીખે જાણવા મળશે, જ્યારે મતગણતરી યોજાશે. જણાવી દઈએ કે, ભાજપ (BJP) સહકાર પેનલને સમર્થન જાહેર કરી ચૂક્યું છે. મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે.
આ પણ વાંચો - VADODARA : રિફાઇનરીમાં ભીષણ આગ મામલે FSLએ ટેંકમાંથી નમુના મેળવ્યા


