RAJKOT : રીબડા પહોંચેલા રાજદીપસિંહે હનુમાનજીના કર્યા દર્શન, કહ્યું- અંતે સત્યની જીત થઈ
- RAJKOT : જેલમાંથી મુક્તિ બાદ રાજદીપસિંહ રીબડાનું ભવ્ય સ્વાગત : ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે આવકાર
- રીબડામાં આતશબાજીની ધમાકેદાર વર્ષા : રાજદીપસિંહનું ઘરે પરત ફરતાં ઉમટ્યા હજારો સમર્થકો
- અમિત ખૂંટ આપઘાત કેસમાં જામીન મેળવી રાજદીપસિંહ રીબડા પહોંચ્યા : હનુમાનજી-આશાપુરા માતાજીના દર્શન કર્યા
- રીબડાના રાજદીપસિંહનું જેલમુક્તિ પછી ભાવવિભોર સ્વાગત : કુમકુમ તિલક અને ફૂલહારથી થયું સન્માન
- જૂનાગઢ જેલમાંથી છૂટ્યા રાજદીપસિંહનું રીબડામાં ભવ્ય સ્વાગત : આતશબાજી અને ઢોલ-નગારાની ધૂમ
RAJKOT : જૂનાગઢ જેલમાંથી જામીન મેળવીને મુક્ત થયેલા રાજદીપસિંહ રીબડાનું તેમના ગામ રીબડામાં ભવ્ય અને ભાવવિભોર સ્વાગત કરવામાં આવ્યું છે. અમિત ખૂંટ આપઘાત કેસમાં જેલમાં બંધ રહેલા રાજદીપસિંહ જેલમુક્તિ બાદ રીબડા પહોંચતા જ તેમના સમર્થકોએ ઢોલ-નગારા, બેન્ડ-બાજા અને ભવ્ય આતશબાજી સાથે વાજતે-ગાજતે આવકાર આપ્યો હતો.
RAJKOT : અંતે સત્યની જીત થઈ
આ દરમિયાન રાજદીપસિંહ રિબડાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, અંતે સત્યની જીત થઈ છે. કાયદાથી ઉપર કઈ હોતું નથી અને અમે કોર્ટના આદેશને શિરોમાન્ય રાખીશું. તે ઉપરાંત રાજદીપસિંહ રિબડાએ પોતાના સમર્થનમાં આવેલા પોતાના સમાજ અને અન્ય સમાજના લોકોનો પણ આભાર માન્યો હતો. તેમને જણાવ્યું કે, મારા પિતાના સમયથી ગામજનો અને અઢારે વરણના લોકો અમારા સાથે ઉભા રહે છે. તેથી જ તો આવા કપરા સમયમાંથી પણ બહાર આવી જઈએ છીએ. આમ તેમને ગામલોકો સહિત અન્ય ઉદ્યોગપતિઓ અને તેમના સગાસંબંધીઓનો આભાર માન્યો હતો.
Rajdeepsinh Ribda : જેલમાંથી બહાર આવેલા રાજદીપસિંહ રીબડાનું નિવેદન | Gujarat First
મને ન્યાય તંત્ર પર ભરોસો છે : રાજદીપ સિંહ
મારે કોઈના પર ટિપ્પણી નથી કરવી : રાજદીપ સિંહ
કુદરત ન્યાય કરશે :રાજદીપ સિંહ#Gondal #JunagadhJail #RajdeepsinhRibda #Ribda #GrandWelcome #AmitKhuntCase… pic.twitter.com/DJZAPZDqjd— Gujarat First (@GujaratFirst) January 23, 2026
સૌથી પહેલા પહોંચ્યા હનુમાનજીના મંદિરે
જણાવી દઈએ કે, રીબડા પહોંચતા જ રાજદીપસિંહે સૌપ્રથમ મહીરાજ હનુમાનજીના મંદિરે જઈને દર્શન કર્યા અને તેમના ચરણોમાં શીશ નમાવ્યું હતું. ત્યારબાદ તેઓ આશાપુરા માતાજીના મંદિરે પણ પહોંચ્યા અને ત્યાં પણ ભક્તિભાવથી દર્શન કર્યા. બંને મંદિરોમાં તેમને કુમકુમનો તિલક લગાવવામાં આવ્યો અને ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજદીપસિંહના નિવાસસ્થાને હજારોની સંખ્યામાં સમર્થકો અને ગામલોકો ઉમટી પડ્યા હતા. આખા વિસ્તારમાં આતશબાજીની ધમાકેદાર વર્ષા થઈ અને ઢોલ-નગારાના તાલે લોકો નાચી-ગાઈને ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. સમર્થકોએ રાજદીપસિંહને ફૂલમાળાઓ અને શુભેચ્છાઓ આપીને તેમનું સ્વાગત કર્યું.
અમિત ખૂંટ આપઘાત કેસમાં મળ્યા જામીન
આ પહેલાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહને જૂનાગઢ જેલમાં રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં કોર્ટે તેમને જામીન આપતા તેઓ જેલમાંથી મુક્ત થયા હતા. જેલમુક્તિ બાદ તેઓ સીધા પોતાના ગામ રીબડા પહોંચ્યા અને ત્યાંના લોકોના પ્રેમ અને સમર્થનથી ભાવુક થઈ ગયા હતા. આ ભવ્ય સ્વાગતથી રીબડા અને આસપાસના વિસ્તારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો- SURAT : નવી સિવિલમાં સર્જાયા કરુણ દ્રશ્ય : પિતા પોતાના મૃત પુત્રને ખભે ઉચકીને ચાલતા થયા


