Rajkot RathYatra 2026 : રાજકોટમાં ભક્તિનો રંગ, જગન્નાથજીની 19મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ
Rajkot RathYatra 2026 : અષાઢી બીજના પવિત્ર પર્વે આજે રાજકોટ નગરી ભક્તિના રંગે રંગાઈ ગઈ છે. મોકાજી સર્કલ ખાતે આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથજીની ૧૯મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. દર વર્ષે આ ઉત્સવને લઈને રાજકોટના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને આ વર્ષે પણ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે.
Advertisement
Rajkot RathYatra 2026 : રાજકોટની આ રથયાત્રાનું ખાસ આકર્ષણ તેનો ૨૬ કિલોમીટર લાંબો રૂટ છે. જ્યારે ભગવાનનો રથ મંદિરના પ્રાંગણમાંથી બહાર આવે છે, ત્યારે હજારો ભક્તોની આંખોમાં શ્રદ્ધાના અશ્રુ અને મુખ પર 'જય જગન્નાથ'નો ગુંજારવ જોવા મળે છે.

