Rajkot: જંગલેશ્વર ડિમોલેશનમાં પાણી બોટલના ખર્ચનો વિવાદ, રૂ.2 ની બોટલના રૂ.8 વસૂલી રૂ.12 લાખનું બિલ બનાવ્યાનો આક્ષેપ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડવા ગયેલા તંત્રના અધિકારીઓએ પાણી પીવાના નામે જનતાના ખિસ્સા પર એવો મોટો કાતરિયો માર્યો છે જેની વિગતો બહાર આવતા જ હોબાળો મચી ગયો છે. સામાજિક આગેવાને લીક કરેલી એક ગુપ્ત ફોન કોલની ઓડિયો ક્લિપે કોન્ટ્રાક્ટરના કરોડોના કાળા કારોબારના એવા પાયા હચમચાવી દીધા છે, જે સામાન્ય નાગરિકને વિચારતા કરી મૂકશે.
Advertisement
Rajkot RMC Water Bottle Controversy: રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા તાજેતરમાં જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલી કડક ડીમોલેશન કામગીરી (Jangleshwar Demolition Drive) હવે એક નવા જ વિવાદને કારણે ભારે ચર્ચામાં આવી છે. ડિમોલેશન દરમિયાન ત્યાં હાજર સ્ટાફ અને અન્ય લોકો માટે મંગાવવામાં આવેલી પાણીની બોટલોના ખર્ચમાં વ્યાપક ગેરરીતિ અને મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ સમગ્ર ભ્રષ્ટાચારનો પર્દાફાશ રાજકોટના જાણીતા સામાજિક આગેવાન પુરૂષોત્તમ પીપળીયા (Social Leader Purushottam Pipaliya) ની એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા થયો છે.

