Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot ગ્રામ્ય પોલીસની ડ્રાઈવ : ઘરના સ્ટોર રૂમમાંથી ઝડપી પાડ્યો ગાંજો  

Rajkot :  ગ્રામ્ય પોલીસ દ્વારા નશાખોરીના દૂષણને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ડ્રાઇવ અંતર્ગત જેતપુર ઉદ્યોગનગર પોલીસે પેઢલા ગામમાં એક સફળ ઓપરેશન પાર પાડી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી 522 ગ્રામથી વધુ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
rajkot ગ્રામ્ય પોલીસની ડ્રાઈવ   ઘરના સ્ટોર રૂમમાંથી ઝડપી પાડ્યો ગાંજો  
Advertisement
  • Rajkot : ટીપાઈ નીચે છુપાવેલો ગાંજો પકડાયો: પેઢલામાં NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
  • 26 હજારનો ગાંજો જપ્ત : જેતપુર ઉદ્યોગનગર પોલીસની મોટી સફળતા
  • પેઢલા ગામમાં ગાંજાનો સ્ટોરેજ નેટવર્ક તોડાયો, ભરતની ભટ્ટ અટકાયત

Rajkot :  ગ્રામ્ય પોલીસ દ્વારા નશાખોરીના દૂષણને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ડ્રાઇવ અંતર્ગત જેતપુર ઉદ્યોગનગર પોલીસે પેઢલા ગામમાં એક સફળ ઓપરેશન પાર પાડી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી 522 ગ્રામથી વધુ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot - બાતમીના આધારે કરાઇ રેડ

પ્રાપ્ત વિગતો મુજબ, જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, પેઢલા ગામની ખાનપરાની મઢવાળી શેરીમાં રહેતો ભરતભાઈ જયંતભાઇ ઉર્ફે જેન્તીભાઇ ભટ્ટ (ઉ.વ. 31) પોતાના મકાનમાં ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસ કાફલાએ પંચોને સાથે રાખીને ગઇકાલે બપોરે મકાન પર ત્રાટકી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ઘરના સ્ટોર રૂમમાંથી માદક પદાર્થ મળ્યો

પોલીસ ટીમે મકાનની ઝડતી લેતા સ્ટોર રૂમમાં રાખેલી લાકડાની ટીપાઈ નીચેથી એક કાળા કલરનું પ્લાસ્ટિકનું ઝબલું મળી આવ્યું હતું. આ ઝબલાની ગાંઠ ખોલી જોતા તેમાંથી વનસ્પતિજન્ય તીવ્ર ગંધ ધરાવતો લીલા કલરનો પદાર્થ મળી આવ્યો હતો. પકડાયેલા શખ્સ પાસે આ અંગે કોઈ પરમિટ ન હોવાથી, રાજકોટ એફ.એસ.એલ. (FSL) ના સાયન્ટિફિક ઓફિસર પી.બી. નરવેને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ 'ગાંજો' હોવાનું ફલિત થયું હતું.

Advertisement

Rajkot - નશીલા પ્રદાર્થ અને મોબાઈલ જપ્ત

પોલીસે આ કાર્યવાહી દરમિયાન નશીલો પદાર્થ 522.540 ગ્રામ ગાંજો (કિંમત રૂા. 26,127) રૂા. 5,000 ની કિંમતનો વીવો કંપનીનો સ્માર્ટફોન અન્ય આધારકાર્ડ અને ઇલેક્ટ્રિક બિલ જેવા દસ્તાવેજો જપ્ત કર્યા છે. પોલીસે આરોપી ભરત ભટ્ટની અટકાયત કરી તેની સામે NDPS એક્ટની કલમ 8(સી), 20(બી)(2-એ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ આગળ ધપાવી છે.

આ પણ વાંચો- Rajkot : જેતપુર પીઠડીયા પાસે એલસીબીનો મોટો દરોડો : 57 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અહેવાલ- હરેશ ભાલિયા, જેતપુર

Tags :
Advertisement

.

×