Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : કરોડોની છેતરપિંડી મામલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુઓનો સાગરીત સુરતથી ઝડપાયો

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિરૂદ્ધ કરોડોની છેતરપિંડીનો કેસ રાજકોટ પોલીસની EOW ટીમે સ્વામીઓનાં સાગરીતને સુરતથી ઝડપ્યો વી.પી.સ્વામી, જે.કે.સ્વામી, એમ.પી.સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે હજુ પણ ચારેય સ્વામીઓ પોલીસ પકડથી દૂર છે વડતાલ સ્વામિનારાયણ (Vadtal Swaminarayan) સંપ્રદાયનાં સાધુઓ વિરૂદ્ધ જમીન...
rajkot   કરોડોની છેતરપિંડી મામલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુઓનો સાગરીત સુરતથી ઝડપાયો
  1. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિરૂદ્ધ કરોડોની છેતરપિંડીનો કેસ
  2. રાજકોટ પોલીસની EOW ટીમે સ્વામીઓનાં સાગરીતને સુરતથી ઝડપ્યો
  3. વી.પી.સ્વામી, જે.કે.સ્વામી, એમ.પી.સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે
  4. હજુ પણ ચારેય સ્વામીઓ પોલીસ પકડથી દૂર છે

વડતાલ સ્વામિનારાયણ (Vadtal Swaminarayan) સંપ્રદાયનાં સાધુઓ વિરૂદ્ધ જમીન પ્રકરણમાં રૂ. 3.04 કરોડની છેતરપિંડીની ફરિયાદ મામલે મોટા સમાચાર આવ્યા છે. રાજકોટ પોલીસની EOW ટીમે (Rajkot Police's EOW Team) સ્વામીઓનાં સાગરીતને સુરતથી ઝડપી પાડ્યો છે. આરોપીને રાજકોટ લાવવાની તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે ફરિયાદમાં સામેલ ચારેય સ્વામી હાલ પણ પોલીસ પકડથી દૂર છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : આત્મીય યુનિવર્સિટીમાં કરોડોનાં કૌભાંડ મામલે ત્યાગ વલ્લભ સ્વામીને મોટો ઝટકો

સુરતનાં સરથાણા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ વી.પી.સ્વામી, જે.કે.સ્વામી, એમ.પી. સ્વામી અને ડી.પી.સ્વામી સહિત લાલજી ઢોલા, સુરેશ, ભૂપેન્દ્ર અને વિજયસિંહ નામનાં શખ્સો વિરુદ્ધ જમીન પ્રકરણ મામલે રૂ. 3.04 કરોડની ઠગાઈ કરાઈ હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં (Bhaktinagar Police Station) ફરિયાદી દ્વારા નોંધાવવામાં આવી હતી. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી ફરિયાદમાં આરોપી અને સ્વામીઓનાં સાગરિત લાલજી ઢોલાની સુરતથી (Surat) ધરપકડ કરી છે.

Advertisement

આ પણ વાંચો - Surat Stone Pelting : પથ્થરબાજોનું જાહેરમાં સરઘસ, આજે કોર્ટમાં રજૂ કરાશે, મંત્રી ઋષિકેશ પટેલે કહી આ વાત

Advertisement

હજુ પણ ચારેય સ્વામીઓ પોલીસ પકડથી દૂર

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ પોલીસની EOW ટીમને બાતમી મળી હતી કે લાલજી ઢોલા સુરતમાં (Surat) સરથાણા વિસ્તાર છે. આથી ટીમ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી લાલજી ઢોલાને પોલીસની ટીમ હવે રાજકોટ (Rajkot) લાવી આગળની કાર્યવાહી હાથ ધરશે. જ્યારે બીજી તરફ મહત્વની વાત એ છે વી.પી.સ્વામી, જે.કે.સ્વામી, એમ.પી. સ્વામી અને ડી.પી.સ્વામી આમ ચારેય સ્વામી હાલ પણ પોલીસ પકડથી દૂર છે. આ ચારેય દેશમાં છે કે પછી વિદેશમાં જતાં રહ્યા છે તેનાથી પણ પોલીસ અજાણ છે. ત્યારે આ સ્વામીઓની પોલીસ ક્યારે ધરપકડ કરશે તે હાલ પણ એક સવાલ છે.

આ પણ વાંચો - Surat ની શાંતિ ડહોળનારા હુલ્લડખોરોનો જુઓ વધુ એક વાઇરલ Video

Tags :
Advertisement

.