Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ! પ્રોફેસરોની ભરતીને લઈ થયા ગંભીર આક્ષેપ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી! યુનિ. પ્રોફેસરોની ભરતી મામલે વિવાદમાં સપડાઈ 10 પ્રોફેસર અને એક એસો. પ્રોફેસરને ભરતીનાં ઓર્ડર આપ્યાનો આક્ષેપ મેનેજમેન્ટની મંજૂરી વિના જ ભરતી કરી હોવાનો ગંભીર આરોપ રાજકોટની (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ...
rajkot   સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ  પ્રોફેસરોની ભરતીને લઈ થયા ગંભીર આક્ષેપ
  1. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી!
  2. યુનિ. પ્રોફેસરોની ભરતી મામલે વિવાદમાં સપડાઈ
  3. 10 પ્રોફેસર અને એક એસો. પ્રોફેસરને ભરતીનાં ઓર્ડર આપ્યાનો આક્ષેપ
  4. મેનેજમેન્ટની મંજૂરી વિના જ ભરતી કરી હોવાનો ગંભીર આરોપ

રાજકોટની (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીમાં 10 પ્રોફેસર અને એક એસોસિયેટ પ્રોફેસરને રાતોરાત ભરતીનાં ઓર્ડર આપી દેવાયાનાં આરોપ સાથે ભારે વિરોધ શરૂ થયો છે. આરોપ છે કે યુનિવર્સિટીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટની (Board of Management) મંજૂરી વિના જ આ ભરતી કરી છે. એક વર્ષ અગાઉ પ્રોફેસરોની ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જો કે, વિવાદ સર્જાતા ભરતી પ્રક્રિયાને પડતી મૂકાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - Banaskantha : અંબાજીમાં વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષાને પૂરપાટ આવતા જીપચાલકે પાછળથી મારી જોરદાર ટક્કર

યુનિ. એ મેનેજમેન્ટની મંજૂરી વિના જ ભરતી કરી હોવાનો આરોપ

રાજકોટની (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મોટા વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટી (Saurashtra University) સામે ગંભીર આક્ષેપ થયા છે. આ આરોપો મુજબ, યુનિવર્સિટીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી લીધા વિના જ 10 પ્રોફેસર અને એક એસોસિયેટ પ્રોફેસરને રાતોરાત ભરતીનાં (Professors Recruitment) ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. જો કે, એક વર્ષ પહેલા પ્રોફેસરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ, જે તે સમયે વિવાદ થતાં ભરતી પ્રક્રિયાને મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ, એક વર્ષ બાદ રાતોરાત પ્રોફેસરોની ભરતી કરવામાં આવી હોવાનાં આક્ષેપ થયા છે.

Advertisement

આ પણ વાંચો - Amreli : BJP મહામંત્રી પર હિચકારો હુમલો થતાં ચકચાર! LCB, SOG, ગ્રામ્ય પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો

Advertisement

લાગતા-વળગતાને પ્રોફેસર તરીકે પસંદગી કરાઈનો આક્ષેપ

આરોપ મુજબ, લાગતા-વળગતાઓને પ્રોફેસર તરીકે સિલેક્ટ કરી ભરતી કરવામાં આવી છે. મેથેમેટિક્સ એજ્યુકેશન (Mathematics Education) અને હિન્દી ભવનમાં (Hindi Bhavan) ઇન્ટરવ્યૂ માટે માત્ર એક-એક ઉમેદવારને જ બોલાવવામાં આવ્યા હતા. આ મામલે યોગ્ય પગલાં લેવાની માગ ઊઠી છે. માહિતી મુજબ, વર્ષ 2019 માં આ પ્રોફેસરોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ, વર્ષ 2023 માં ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જ્યારે, વર્ષ 2024 માં પ્રોફેસરોની ભરતી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Vadodara : અધિકારીઓ, આ રોડ પર સાચવીને નીકળજો, નહીંતર...! : જશપાલસિંહ

Tags :
Advertisement

.