Rajkot : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ!
- ગોંડલ માર્કેટ યાર્ડમાંથી (Rajkot) મળેલ પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો મામલો
- ઉપલેટાનાં લસણનાં વેપારીએ બેંગ્લુરૂ વાયા મુંબઇથી મંગાવ્યું હોવાનો ઘટસ્ફોટ
- હાલ લસણનાં નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા
રાજકોટ (Rajkot) જિલ્લાનાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) પ્રતિબંધિત ચાઈનીઝ લસણ (Banned Chinese Garlic) મળી આવ્યા બાદ ખેડૂતો અને વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગઈકાલે ભારતભરમાં લસણની હરાજી પણ બંધ રહી હતી. ત્યારે હવે આ મામલે નવો ઘટસ્ફોટ થયો છે. ઉપલેટામાં (Upleta) રહેતા લસણનાં વેપારીએ બેંગલુરું વાયા મુંબઇથી (Mumbai) આ લસણ લાવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ, લસણનાં નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા છે.
આ પણ વાંચો - અભ્યાસ માટે Amreli જતી અમદાવાદની સગીરા પર બસમાં દુષ્કર્મ, નરાધમને 20 વર્ષની કેદ
ઉપલેટાનો વેપારી લસણ બેંગ્લુરૂ વાયા મુંબઇથી લાવ્યાનો ઘટસ્ફોટ
રાજકોટનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ(Gondal Marketing Yard) એશિયામાં અગ્રણી પૈકી એક છે. થોડા દિવસ પહેલા અહીં પ્રતિબંધિત ચાઈનીઝ લસણનાં 30 જેટલા કટ્ટા મળી આવ્યા હતા. જે અંગે ચાર્ડનાં ચેરમેન અને સત્તાધીશોમાં દોડધામ મચી જવા પામી હતી. આ પ્રતિબંધિત ચાઈનીઝ લસણ કયાંથી આવ્યું ? કોણ લઈને આવ્યું ? તે અંગે તપાસ હાથ ધરાઈ છે. ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે ઉપલેટામાં રહેતા એક વેપારીએ આ લસણ બેંગલુરું (Bengaluru) વાયા મુંબઈથી લાગ્યો હતો.
- ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળેલ પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો મામલો
- ઉપલેટાનાં લસણનાં વેપારીએ બેંગ્લુરૂ વાયા મુંબઇથી મંગાવ્યું હોવાનો ઘટસ્ફોટ
- ઉપલેટાનાં વેપારીએ 30 કટ્ટા લસણ મુંબઇ થઈ મંગાવ્યાની વિગત
- સૌરાષ્ટ્ર બહારથી લસણનો સ્વાદ અને રંગ અલગ હોઇ તેવી ચર્ચા
- હાલ લસણનાં નમૂનાને…— Gujarat First (@GujaratFirst) September 11, 2024
આ પણ વાંચો - Surat : વાલીઓ માટે લાલબત્તી સામન કિસ્સો, માતા ઘરકામમાં હતી, દોઢ વર્ષનું બાળક રમતું હતું અને..!
લસણનાં નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા
સૌરાષ્ટ્ર (Saurashtra) બહારથી લસણનો સ્વાદ અને રંગ અલગ હોઇ તેવી ચર્ચા છે. ઉપલેટાનાં વેપારીએ 30 કટ્ટા લસણ મુંબઇ થઈ મંગાવ્યાનો ઘટસ્ફોટ થતાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ પ્રતિબંધિત લસણનાં નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાત સહિત દેશભરમાં માર્કેટિંગ ચાર્ડમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણનાં વિરોધમાં લસણની હરાજી બંધ રહી હતી.
આ પણ વાંચો - Surat : 15 વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર 19 વર્ષીય કુટુંબી ભાઈને સખત સજા