Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : યુવાધનને નશાના રવાડે ચઢાવનારો રીઢો ગુનેગાર ઝડપાયો, આ લોકોને કરતો હતો સપ્લાય!

અગાઉ 5 વખત નેપાળ બોર્ડર (Nepal border) પરથી હેરોઇન લાવી ચૂક્યો હોવાનું ખુલ્યું છે.
rajkot   યુવાધનને નશાના રવાડે ચઢાવનારો રીઢો ગુનેગાર ઝડપાયો  આ લોકોને કરતો હતો સપ્લાય
Advertisement
  1. Rajkot માં રૂ. 3 લાખ 14 હજારનાં હેરોઇન સાથે યુવકની ધરપકડ
  2. કેતન ઉધાસ નામનાં યુવકની SOG એ કરી ધરપકડ
  3. નેપાળ બોર્ડર પરથી હેરોઇન લઇને રાજકોટ આવતો
  4. રાજકોટમાં નેપાળી યુવકને સપ્લાય હેરોઇન કરતો હતો

રાજકોટમાં SOG એ (Rajkot SOG) રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. નેપાળ બોર્ડરથી હેરોઇનનો જથ્થો રાજકોટમાં લાવી નેપાળ યુવકોને સપ્લાય કરનારા આરોપીની રાજકોટ SOG એ ધરપકડ કરી તેની પાસેથી રૂ. 3 લાખ 14 હજારની કિંમતનું હેરોઇન જપ્ત કર્યું છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. તપાસમાં આરોપી અગાઉ 5 વખત નેપાળ બોર્ડર (Nepal border) પરથી હેરોઇન લાવી ચૂક્યો હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચો - સુરતના જ્વેલર્સમાં ચોરોએ કરોડોના સોનાના 24 કેરેટના પાવડરની કરી ચોરી

Advertisement

આરોપી પાસેથી રૂ. 3.14 લાખનું હેરોઇન ઝડપાયું

રાજકોટમાં (Rajkot) યુવાધનને નશાના રવાડે ચઢાવનાર રીઢા ગુનેગારની ધરપકડ કરાઈ છે. રાજકોટ SOG એ બાતમીનાં આધારે આ આરોપીની ઝડપી પાડી તેની પાસેથી રૂ. 3.14 લાખનું હેરોઇન જપ્ત કર્યું છે. પૂછપરછમાં આરોપીની ઓખળ કેતન ઉધાસ તરીકે થઈ છે. આરોપી કેતન નેપાળ બોર્ડરથી હેરોઇન લાવીને રાજકોટમાં નેપાળી યુવકોને સપ્લાય કરતો હોવાની વિગત સામે આવી છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : "હું દારૂનો ધંધો કરવાનો, થાય તે કરી લેજે", કહી બુટલેગરનો હુમલો

અગાઉ 5 વાર નેપાળ બોર્ડર પરથી લાવી ચૂક્યો છે હેરોઇન

આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, અગાઉ પણ 5 વખત કેતન ઉધાસ નેપાળ બોર્ડરથી (Nepal border) હેરોઇન લાવીને રાજકોટમાં નેપાળી યુવકોને સપ્લાય કરી ચૂક્યો છે. SOG એ કેતન ઉધાસની ધરપકડ કરીને ગાંધીગ્રામ પોલીસ મથકમાં (Gandhigram Police Station) ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હવે ગાંધીગ્રામ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કેતની પૂછપરછમાં વધુ મોટા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - સુરતના મોલમાં લાગી વિકરાળ આગ, મોલના 3 માળે અનેક લોકો ફસાયેલા

Tags :
Advertisement

.

×