ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: પૈસા અને વિદેશની ઘેલછાએ પુત્રને હત્યારો બનાવ્યો, પિતાને કુહાડીના ઘા ઝીંક્યા

Rajkot: વીમાના પૈસા અને વિદેશ જવાની લાલચમાં પુત્રે પિતાને કુહાડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.નરાધમ પુત્રએ પિતરાઈ ભાઈ સાથે મળીને પિતાની હત્યા નિપજાવી હતી અને હત્યાના બનાવ ને અકસ્માત ખપાવવા પ્રયાસ કર્યો હતો.જો કે, PM રિપોર્ટ માં બોથડ પ્રદાર્થ થી માથાના ભાગે ઇજા પહોંચી મોત થયાનું સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
12:55 PM Dec 12, 2025 IST | Sarita Dabhi
Rajkot: વીમાના પૈસા અને વિદેશ જવાની લાલચમાં પુત્રે પિતાને કુહાડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.નરાધમ પુત્રએ પિતરાઈ ભાઈ સાથે મળીને પિતાની હત્યા નિપજાવી હતી અને હત્યાના બનાવ ને અકસ્માત ખપાવવા પ્રયાસ કર્યો હતો.જો કે, PM રિપોર્ટ માં બોથડ પ્રદાર્થ થી માથાના ભાગે ઇજા પહોંચી મોત થયાનું સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
Rajkot murder- Gujarat first

Rajkot: રાજકોટના (Rajkot) ઉપલેટા તાલુકાના ચરેલીયા ગામ પાસે આવેલા રાજપરા ખેતરમાં ગત 9 ડિસેમ્બરે ખેડૂત કાનાભાઈ મેરૂભાઈ જોગ (ઉ.વ. 55)નું મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં પરિવારજનોએ તેને અકસ્માત ગણાવ્યો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે બોથડ હથિયારથી થયેલી ગંભીર ઈજાનું કારણ મોત દર્શાવાયું હતું.પરંતુ ભાયાવદર પોલીસે તપાસ શરૂ કરતાં ચોંકાવનારો ભાંડો ફૂટ્યો હતો.

રાજકોટમાં (Rajkot) પુત્રએ નીપજાવી પિતાની હત્યા

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃતકનો પોતાનો પુત્ર રામદે કાનાભાઈ જોગ (ઉ.વ. 28) અને પિતરાઈ ભાઈ વિરમ ભૂપતભાઈ જોગ (ઉ.વ. 25)એ સાથે મળીને કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. મુખ્ય આરોપી રામદે ઈઝરાયલ નોકરી માટે 16 લાખ રૂપિયાની જરૂરિયાત ધરાવતો હતો. એક વર્ષ પહેલાં જ તેણે પિતા કાનાભાઈના નામે 70 લાખ રૂપિયાનો લાઇફ ઈન્સ્યોરન્સ કરાવ્યો હતો. પૈસાની લાલચ અને વિદેશ જવાની ઘેલછાએ રામદેને પોતાના પિતાની હત્યાનું કાવતરું ઘડવા પ્રેર્યો. હત્યા બાદ બનાવને અકસ્માત બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ પોલીસે તેની ચાલને નિષ્ફળ બનાવી હતી.

પોલીસે રામદે અને વિરમ જોગની કરી ધરપકડ

કડક પૂછપરછ બાદ બંને આરોપીઓએ ગુનો કબૂલ કરી લીધો. ભાયાવદર પોલીસે રામદે કાનાભાઈ જોગ અને વિરમ ભૂપતભાઈ જોગની ધરપકડ કરી હત્યા તેમજ પુરાવા છુપાવવાના ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Porbandar માં Fire Safety નો બાટલો બ્લાસ્ટ થતા એકનું મોત

Tags :
CrimeGujaratGujarat FirstpoliceRAJKOTRajpara
Next Article