Rajkot : સ્પાના નામે ચાલતો દેહવ્યાપાર ઝડપાયો, મેનેજર અને માલિક સામે પોલીસે નોંધી ફરિયાદ
Rajkot : રાજકોટમાં આવેલા એસટી બસ સ્ટેન્ડના ત્રીજા માળે આવેલા ગોલ્ડ સ્પામાં પોલીસે દરોડા પાડીને ગેરકાયદેસર દેહવ્યાપારના નેટવર્કને ઝડપી પાડયું છે. બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો અને પોલીસે કામગીરી કરી છે, તો પોલીસને મુખ્ય સંચાલકો પાસેથી બીયરના ટીન પણ મળી આવ્યા છે, બસ સ્ટેન્ડ બિલ્ડિંગના ત્રીજા માળે ’ગોલ્ડ સ્પા' માં છોકરીઓ રાખીને બહારથી ગ્રાહકો બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હોવાની માહીતીને આધારે દરોડો પાડી મેનેજર મેનેજર નરેશ ધર્મેન્દ્રભાઈ રાણા (રહે. સાધુવાસવાણી રોડ, મૂળ નેપાળ) અને સંચાલક રવી ભુપતભાઈ ખેરૈયા (રહે. ગોંડલ રોડ, રાજકોટ)ની અટકાયત કરી છે.
ગ્રાહક દીઠ રૂ.3 થી 5 હજાર વસૂલાતા હતા : Rajkot
પોલીસે દરોડા પાડયા તે દરમિયાન સ્પામાંથી મહિલાઓ પણ મળી આવી હતી. મુંબઈ,આસામ,દિલ્હી,અમદાવાદની મહિલાઓને પોલીસે મુકત કરાવી હતી. તો છેલ્લા ઘણા સમયથી આ દેહવ્યાપાર ચાલતો હોવાની વાત સામે આવી છે. તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મસાજના બહાને દેહવ્યાપાર કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે. તો પોલીસે રેડ કરી તે દરમિયાન બીયરના ટીન પણ મળી આવ્યા હતા અને તેના કારણે સ્પાના સંચાલકો વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે.
ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ પીડિત યુવતીઓને આપવામાં આવતા હતા
ગ્રાહકો પાસેથી સ્પા એન્ટ્રી ફી ના રૂ. એક હજાર અને શરીર સંબંધ બાંધવા માટે ગ્રાહકદીઠ રૂ. પાંચ હજાર વસૂલતા હતા. આ રકમમાંથી એક હજાર પીડિત યુવતીઓને અપાતા અને બાકીના રૂ.ત્રણ હજાર સંચાલકો પોતાની પાસે રાખતા હતા. રેડ દરમિયાન સ્પાના કાઉન્ટર પરથી અને ડ્રોવરમાંથી પોલીસે રોકડા રૂપિયા તેમજ આરોપીઓ પાસેથી મોંઘા સ્માર્ટફોન જપ્ત કર્યા છે. પોલીસે સ્થળ પરથી સ્પાના આ ઉપરાંત સ્પાના કાઉન્ટરની નીચે પ્લાસ્ટિકની થેલીમાંથી વિદેશી બનાવટના 'બડવાઇ ઝર મેગ્નમ' બીયરના 6 સીલપેક ટીન મળી આવતા પોલીસે મેનેજર નરેશ રાણા સામે વધુ એક ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : Gujarat Latest News : ગુજરાતમાં ગરમી અંતિમ દિવસો તરફ, વરસાદની હવામાન વિભાગે કરી આગાહી


