Rajkot : કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાનું નિવેદન, સરકારના પદાધિકારીઓ પર પ્રહારો કર્યા
- કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયા નું રાજકોટમાં નિવેદન
- 139 કરોડની જગ્યાએ માત્ર 37 કરોડના ટેન્ડર થયા: પાલભાઇ
- સરકારે નદી ઊંડી અને પહોળી કરવાની વાત કરી હતી: પાલભાઇ
ઘેડના પ્રાણ પ્રશ્નો બાબતે સરકારની કામગીરી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાના વેધક સવાલો કર્યા હતા. સરકાર ઘેડ વિસ્તારના લોકોને ઠાલા વચનો આપે છે. કેન્દ્રીય મંત્રી માન્ડવીયા, સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સાથે મળી ઘેડના લોકોને મૂર્ખ બનાવે છે. કેન્દ્રીય મંત્રી, સિંચાઈ મંત્રી, ધારાસભ્યએ ત્રણ ત્રણ પ્રેસ કોંફરન્સ કરી પરંતું કામ શૂન્ય બરાબર છે. ત્રણ પૈકી કોઈ એક નેતાએ જેતપુર ડાંઈંગ ઉદ્યોગના કેમિકલ કચરા બાબતે એક શબ્દ પણ કેમ બોલ્યા નહિ. તેમજ શું આ ત્રણેય નેતાઓ જેતપુર ડાંઈંગ ઉદ્યોગકારોથી ડરી રહયા છે કે હપ્તા મેળવી રહયા છે. સરકાર ઘેડ વિસ્તારના પ્રાણપ્રશ્નો બાબતે 100 કરોડનું જુઠ્ઠાણું ફેલાવી રહી છે. 139 કરોડના ટેન્ડર મંજુર થયાની જાહેરાત સામે માત્ર 37 - 38 કરોડના જ ટેન્ડર મંજુર થયા છે.
![]()
મંત્રીઓ પર આકરા પ્રહાસ કર્યા
કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ નિવેદન આપ્યું હતું કે, દર વર્ષે સૂઝલમ સુફલામ અંતર્ગત જે કામો થાય તેને ઘેડ વિકાસના કામો ગણાવવાનું ષડયંત્ર છે. તળાવો ઊંડા કરવાથી ઘેડના પ્રાણપ્રશ્નનું નિરાકરણ કેવી રીતે થાય. તે બાબતે અર્જુનભાઇ મોઢવાડીયા પર પ્રહારો કર્યા હતા. સાત સાત વર્ષથી જે તૂટેલી નદીઓ છે તે રીપેર કર્યા વગર ઘેડના પ્રાણનું નિરાકરણ કેવી રીતે થાય. નદીઓમાં ઝાળી ઝાંખરા સાફ કરવા માટે એનું કટિંગ કરાય કે હિટાચી મશીન મુકાય. જેતપુર ડાંઈંગ ઉદ્યોગકારો જે કેમિકલ કચરો ઠાલવે છે તે બાબતે કેન્દ્રીય મંત્રી, સિંચાઈ મંત્રી અને ધારાસભ્ય તેમની ત્રણ ત્રણ પ્રેસ કોન્ફરન્સમાં એક શબ્દ કેમ બોલ્યા નહી. જેતપુર ડાંઈંગ ઉદ્યોગ નદીઓમાં કેમિકલ કચરો નાખવાનું ક્યારે બંધ કરશે. નદીઓ તૂટેલી હોય એ રીપેર કરવાથી પ્રશ્નનો હલ નીકળે કે તળાવો ઊંડા કરવાથી તેનો જવાબ સિંચાઈ વિભાગ આપે.
ભાદર નદી વેકરી ગામ પાસે 7 વર્ષથી તૂટેલ છે તે ક્યારે રીપેર થશે?
કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ નિવેદન આપ્યું હતું કે, તેમજ થેપડા પાસેના ભાદર પુલ પાસે પાળો તૂટી ગયો એ ક્યારે રીપેર થશે. ચીખલોદરા - પસવારી સીમમાં જ્યાં ભાદર નદી દર વર્ષે ફલાંગી જાય છે તે ક્યારે રીપેર થશે. મહિયારી પાસે બોબડી નદી પર માઇનોર બ્રિજના બદલે મોટો બ્રિજ ક્યારે બનશે. મહિયારી બગસરા રોડ જમીન સપાટીથી 4 - 5 મીટર ઊંચો શા માટે બનાવવામાં આવી રહ્યો છે. પસવારી ભાદર કાંઠો ગયા વર્ષે જ તૂટ્યો તેને રીપેર શા માટે કરવામાં આવતો નથી. નદીઓના વહેંણને આડશ રૂપ બનાવેલા ચેક ડેમો શા માટે તોડવામાં આવતા નથી. દ્વારકા -પોરબંદર - સોમનાથ નેશનલ હાઈવે આખા ઘેડના પાણીને રોકતો જાણે ડેમ બની ગયો છે ત્યાં કોઈ પુલ કેમ પુલો મુકવામાં આવતા નથી. બમણાસા, ઓસા, કોયલાણા પાસે તૂટેલી નદીઓ કેમ રીપેર કરવામા આવી નથી.
આ પણ વાંચોઃ Surat : સ્ટેશનરી મર્ચન્ટ એસો.ને આવેદનપત્ર આપી કરી રજૂઆત, શાળાઓમાં ચાલતો વેપલો બંધ કરવાની માંગ