Rajkot : વિંછીયામાં પોલીસ પથ્થમારો, 50 થી વધુની ધરપકડ, કર્ફ્યુ જોવા માહોલ
- વિંછીયામાં પોલીસ પર ટોળાએ કર્યો પથ્થરમારો (Rajkot)
- હત્યાનાં આરોપીનાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન બબાલ થઈ હતી
- પથ્થરમારાના લાઈવ વીડિયો બાદ શખ્સોની ધરપકડ
- પથ્થરમારાની ઘટનામાં અત્યારસુધી 50 થી વધુ લોકોની ધરપકડ
રાજકોટનાં (Rajkot) વિંછીયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની છે. હત્યાનાં આરોપીનાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન બબાલ થઈ હતી. ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ટોળાને વિખેરવા પોલીસને ટીયરગેસનાં સેલ છોડવાની ફરજ પડી હતી. આ મામલે હવે વિંછીયા પોલીસે વીડિયોનાં આધારે તપાસ આદરી 50 થી વધુ લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો - Weather Report : રાજ્યમાં ઠેર ઠેર ગાત્રો થીજવી દે તેવી ઠંડી! જાણો આગાહી અને ક્યાં કેટલું છે તાપમાન ?
Rajkot ના વિંછીયાના થોરિયાળી ગામે પોલીસ પર પથ્થરમારો | GujaratFirst@CP_RajkotCity #Rajkotpolice #Police #StonePeltingIncident #Thoriyali #vinchhiya #GujaratFirst pic.twitter.com/JLHFoF53fY
— Gujarat First (@GujaratFirst) January 7, 2025
હત્યાનાં આરોપીનાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન બબાલ થઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં (Rajkot) વિંછીયા પોલીસ દ્વારા હત્યાનાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જો કે, આ દરમિયાન કેટલાક અસામાજિક તત્ત્વોએ પોલીસ સાથે બબાલ કરી હતી. ત્યાર બાદ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ જવાનો પર હુમલો કરવાનાં ઇરાદે વિંછીયા પોલીસ સ્ટેશન (Vinchiya Police Station) પર પથ્થરમારો કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયર ગેસનાં સેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. માહિતી અનુસાર, કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઇરલ કરી હતી કે આરોપીઓની પોલીસ જાહેરમાં સરભરા કરશે. આથી, પોસ્ટનાં લીધે 12 હજાર કરતા વધુ લોકો વિંછીયામાં (Vinchiya) એકઠા થયા હતા.
આ પણ વાંચો - Kutch : 540 ફૂટ ઊંડા બોરવેલમાંથી દીકરીને બહાર કાઢવા સંઘર્ષ યથાવત, ગઈકાલે કેમેરમાં કેદ થઈ હતી
પથ્થરમારાની ઘટનામાં અત્યારસુધી 50 થી વધુ લોકોની ધરપકડ
માહિતી અનુસાર આ મામલે પોલીસે વીડિયોનાં આધારે કાર્યવાહી કરી 50 થી વધુ લોકોની અટકાયત કરી છે અને કોમ્બિંગ દરમિયાન કેટલાક વાહનો પણ ડિટેઇન કર્યા છે. પોલીસ પર પથ્થરમારાની ઘટના બાદથી વિંછીયામાં કર્ફ્યૂ જોવા માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં દુકાનો બંધ છે, જ્યારે રોડ-રસ્તા પણ સુમસામ જોવા મળ્યા છે. પોલીસે SRP જવાનોની એક ટુકડી તૈનાત કરી છે. ઉપરાંત, વિંછીયામાં ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો પણ તૈનાત છે. પોલીસે વીડિયોનાં આધારે વધુ તપાસ આદરી છે અને પથ્થરમારાની ઘટનામાં હજી વધું લોકોની ધરપકડ થાય તેવી વકી છે.
આ પણ વાંચો - Himmatnagar Civil: ચીની વાયરસનું સંક્રમણ અટકાવવા સાબરકાંઠા આરોગ્ય તંત્ર સજ્જ