Rajkot : મનપાની ગંભીર બેદરકારીએ વધુ એકનો ભોગ લીધો! ખુલ્લી ગટરમાં પડી જતાં નાગરિકનું મોત
- ખુલ્લી ભૂગર્ભ ગટરમાં પડી જતાં વ્યક્તિનું મોત નીપજ્યું
- સારવાર દરમિયાન વનરાજસિંહ જાડેજાનું મોત થયું
- મનપાની ઘોર બેદરકારી અને કામગીરી સામે અનેક સવાલ
રાજકોટમાં (Rajkot) મનપાની ગંભીર બેદરકારીએ વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. ગાંધીગ્રામ હીરાનાં બંગલા નજીક ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી તેમાં પડી જતાં વાહનચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. સારવાર દરમિયાન નાગરિકનું મોત નીપજ્યું છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દર્દીનું ગઈકાલે મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ પણ થઈ હતી.
- રાજકોટ મનપાની ઘોર બેદરકારીએ વધુ એક નાગરિકનો જીવ લીધો!
- ખુલ્લી ભૂગર્ભ ગટરમાં પડી જતાં વ્યક્તિનું મોત નીપજ્યું
- નોકરીથી ઘર પરત જતાં સમય બની હતી ઘટના
- સમગ્ર ઘટનાનાં CCTV ફૂટેજ આવ્યા સામે
- સારવાર દરમિયાન વનરાજસિંહ જાડેજાનું મોત થયું
- મનપાની ઘોર બેદરકારી અને કામગીરી સામે અનેક…— Gujarat First (@GujaratFirst) September 13, 2024
આ પણ વાંચો - Surat : સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં! Gujarat First નાં Reality Check માં ચોંકાવનારો ઘટસ્ફોટ!
મનપાની ગંભીર બેદરકારીનાં લીધે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો!
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટમાં (Rajkot) આવેલા ગાંધીગ્રામ (Gandhigram) હીરાનાં બંગલા નજીક એક ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. ગત 3 તારીખનાં રોજ નોકરી પરથી પરત ઘર આવતા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા તે ખુલ્લી ગટરમાં ખાબક્યા હતા. આ કારણે તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. સ્થાનિકોની મદદથી વનરાજસિંહ જાડેજાને બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્વરિત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - 'દાદા સરકાર' ને 3 વર્ષ પૂર્ણ, પ્રવક્તામંત્રી Rishikesh Patel સાથે Gujarat First ની ખાસ વાતચીત
સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ
જો કે, સારવાર દરમિયાન ગઈકાલે વનરાજસિંહ જાડેજાનું મોત નીપજ્યું હતું. વનરાજસિંહ જાડેજા પડધરી તાલુકાનાં વચલી ઘોડી ગામનાં (Rajkot) વતની હતા. તેમના આકસ્મિક મોતથી પરિવારજનોનો શોકમાં ગરકાવ થયો છે. સમગ્ર ઘટનાનાં CCTV પણ સામે આવ્યા છે. આ મામલે હવે શું કાર્યવાહી થશે તે જોવાનું રહેશે. પરંતુ, આ ઘટનાનાં કારણે રાજકોટ મનપાની (RMC) વધુ એક ઘોર બેદરકારી થતી થઈ છે અને મનપાની કામગીરી સામે અનેક સવાલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો - Narmada : ચૈતર વસાવાના આરોપ પર મનસુખ વસાવાની પ્રતિક્રિયા, કહ્યું - તેમનો સ્વભાવ લોકો સાથે ઘર્ષણ કરી..!