ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : ધોળકિયા સ્કૂલમાંથી ગુમ થયેલા ત્રણ વિદ્યાર્થીઓ જુનાગઢથી મળ્યા

Rajkot : રાજકોટ ધોળકિયા સ્કૂલમાંથી ગુમ ત્રણ વિદ્યાર્થીઓ જુનાગઢથી મળ્યા : વાલીઓના બેદરકારી આક્ષેપો, CCTVમાં શાળા છોડતા જોવા મળ્યા
11:46 PM Oct 01, 2025 IST | Mujahid Tunvar
Rajkot : રાજકોટ ધોળકિયા સ્કૂલમાંથી ગુમ ત્રણ વિદ્યાર્થીઓ જુનાગઢથી મળ્યા : વાલીઓના બેદરકારી આક્ષેપો, CCTVમાં શાળા છોડતા જોવા મળ્યા

Rajkot : રાજકોટની પ્રખ્યાત કેજી ધોળકિયા સ્કૂલમાંથી ધોરણ 8ના ત્રણ વિદ્યાર્થીઓ ગુમ થયાની ઘટનાએ વાલીઓમાં ભારે ચિંતા ફેલાવી હતી. શાળા છૂટ્યા પછી પણ ઘરે ન પહોંચતા વાલીઓએ શાળા પહોંચીને સંચાલકો વિરુદ્ધ બેદરકારીના આક્ષેપો કર્યા. CCTV ફૂટેજમાં બાળકો શાળા મેદાન છોડતા જોવા મળ્યા હતા. પોલીસે તુરંત તપાસ શરૂ કરી અને ત્રણેય વિદ્યાર્થીઓ જુનાગઢથી સુરક્ષિત મળી આવ્યા છે, જેનાથી પરિવાર, પોલીસ અને શાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.

CCTVમાં બાળકો દેખાયા

ધોરણ 8માં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ ક્લાસમાં તોફાન મચાવતા હતા, જેના કારણે તેઓને ક્લાસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. શાળા છૂટ્યા (લગભગ 4 કલાકે) તેઓ શાળા મેદાન માંથી નીકળી ગયા જે CCTVમાં કેપ્ચર થયું છે. વાલીઓએ 4.20 કલાકે પેપર વખતે બાળકો હાજર ન હોવા જાણીને પણ શાળા વતી કોઈ જાણ કરવામાં આવી ન હતી, જેના કારણે વાલીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાલીઓએ શાળા પહોંચીને ગુસ્સો કાઢ્યો હતો પરંતુ સંચાલકો પોતે જ ભૂગર્ભમાં ઉતરી ગયાના સમાચાર સામે આવી રહ્યાં છે. વાલીઓએ સિક્યુરિટી ગાર્ડ પર પણ પ્રશ્નો ઉભા કર્યા કે, "બાળકોને કેમ અટકાવવામાં આવ્યા નહીં?"

શાળાની બેદરકારી

પરિવારજનોએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીતમાં કહ્યું કે, "શાળાની બેદરકારીને કારણે આવું બન્યું છે. બાળકોને કંઈ થઈ જાય તો જવાબદારી કોણ લેશે?" આ મામલે વાલીઓએ શાળા સંચાલકો વિરુદ્ધ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો- Vadodara : લાલબાગ બ્રિજ પર બુલેટનો અકસ્માત, ચાલક ઉપરથી નીચે પટકાતા મોત

વિદ્યાર્થીઓ જુનાગઢ પહોંચ્યા

શાળા અને વાલીઓ દ્વારા પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ મથકે તુરંત તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજની તપાસ કરી અને બાળકોના મોબાઈલ અને અન્ય માહિતીના આધારે તપાસ વધારી છે. આશ્ચર્યજનક રીતે ત્રણેય વિદ્યાર્થીઓ જુનાગઢ પહોંચ્યા હતા અને ત્યાંથી પોલીસને જાણ થઈ. તેઓ સુરક્ષિત છે અને પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, બાળકોની ઉંમરને કારણે તેઓ આવું કરી શકે છે, પરંતુ શાળાની બેદરકારી પર તપાસ ચાલુ છે.

ધોળકિયા સ્કૂલમાંથી ગુમ થયેલા વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસીથી રાહત છે, પરંતુ આ ઘટના શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા અને બેદરકારી પર ચિંતા વધારી છે. વાલીઓના આક્ષેપો સાચા છે કે, 4 કલાક પછી પણ જાણ ન કરવી ગંભીર બાબત છે. પોલીસ તપાસ પૂર્ણ કરીને જવાબદારી નક્કી કરી શકે છે. ઉલ્લેખનિય છે કે, શાળાઓએ આવી ઘટનાઓથી શાળાઓને સુધારા કરવા પડશે. બાળકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા આપવી પડશે.

આ પણ વાંચો- Rajkot માં કોંગ્રેસ નેતા જયેશ ઠાકોર પર POCSO હેઠળ ફરિયાદ, ફિલ્મ રોલની લાલચ આપી બાળકી સાથે દુષ્કર્મ 

Tags :
Dholakia SchoolJunagadhK.G. Dholakia SchoolRAJKOTrajkot policeStudent Missing
Next Article