ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RAJKOT : TPO સાગઠીયાનું વધુ એક કારસ્તાન આવ્યું સામે, ભ્રષ્ટાચારના પૈસાથી બનાવ્યો 5 માળનો બંગલો

ટીપીઓ સાગઠીયા નું વધુ એક કારસ્તાન આવ્યું સામે ટીપીઓ સાગઠીયાનું વધુ એક કારસ્તાન મહાભ્રષ્ટ TPO સાગઠીયાનું વધુ એક કૌભાંડ આવ્યું સામે હાઉસિંગ ક્વાર્ટ્સમાં ભ્રષ્ટાચારના પૈસાથી 5 માળનો બંગલો બનાવ્યો નિયમોની ઐસીતૈસી કરી 150 વારનો બંગલો ચણી નાખ્યાનો ખુલાસો શિવશક્તિ...
12:34 PM Jun 01, 2024 IST | Harsh Bhatt
ટીપીઓ સાગઠીયા નું વધુ એક કારસ્તાન આવ્યું સામે ટીપીઓ સાગઠીયાનું વધુ એક કારસ્તાન મહાભ્રષ્ટ TPO સાગઠીયાનું વધુ એક કૌભાંડ આવ્યું સામે હાઉસિંગ ક્વાર્ટ્સમાં ભ્રષ્ટાચારના પૈસાથી 5 માળનો બંગલો બનાવ્યો નિયમોની ઐસીતૈસી કરી 150 વારનો બંગલો ચણી નાખ્યાનો ખુલાસો શિવશક્તિ...

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે આ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.  હવે આ અગ્નિકાંડના કેસમાં ધરપકડ કરવામાં આવેલ આરોપી ટીપીઓ સાગઠીયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ મહાપાલિકાના મહાભ્રષ્ટ TPO નું વધુ એક કારસ્તાન હવે સામે આવી રહ્યું છે. 75 હજારનો પગારદાર TPO ની ઘણી સંપતિનો ખુલાસો થોડા સમય પહેલા કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

ભ્રષ્ટાચારના પૈસાથી 5 માળનો બંગલો બનાવ્યો

TPO સાગઠીયાએ હાઉસિંગ ક્વાર્ટ્સમાં ભ્રષ્ટાચારના પૈસાથી 5 માળનો બંગલો બનાવ્યો હતો. આ મહાભ્રષ્ટએ નિયમોની ઐસીતૈસી કરીને 150 વારનો બંગલો ચણી નાખ્યાનો ખુલાસો થયો છે.  TPO એ શિવશક્તિ કોલોની રુરલ હાઉસિંગ ક્વાર્ટઝમાં પાંચ માળીય ભ્રષ્ટાચારનો ટાવર ચણી નાખ્યો છે. વધુમાં આ બાબત અંગે વધુ એક ખુલાસો થયો હતો કે, પાડોશીઓના મકાનમાં તોડફોડ કરી આ બંગલો બનાવાયો હતો. બંગલાના નિર્માણમાં આ TDO એ પાડોશીના પતરાં તોડ્યા હતા અને જેના કારણે આજુબાજુના મકાનોમાં તિરાડો પડી ગઇ હતી. ભ્રષ્ટાચારના પૈસા અને સત્તાની ધોંસ બતાવી સાગઠીયાએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. TPO એ પાંચ માળનું બિલ્ડિંગ બનાવ્યું પણ 3-3 મીટરનું માર્જિન છોડવાનો નિયમ અવગણ્યો હતો.

આ અધિકારીઓની કરાઈ હતી ધરપકડ

રાજકોટમાં અગ્નિકાંડના પાપીઓ પર રાજ્ય સરકારે કાર્યવાહીનો કોરડો વિંઝ્યો હતો. TPO મનોજ સાગઠિયા સહિત કુલ 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસે ATPO મુકેશ મકવાણા ATPO ગૌતમ જોશી અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી છે. સાથે ગૌતમ જોશી અને રોહિત વિગોરાને ફરજ પરથી પણ સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચો : PORBANDAR માં તંત્ર થયું સજાગ; રિલાયન્સ મોલ, વી-માર્ટ અને ક્રોમા વિરુદ્ધ થઈ કાર્યવાહી

=

Tags :
Gujarat NewsRajkot firerajkot policeRajkot TPORAJKOT TPO BUNGLOWTPOTPO ARRESTTPO SAGATHIYATRP FIRE ZONE
Next Article