Rajkot : પાટીદાર નેતા જિગીષા પટેલ અને યુટ્યુબર બન્ની ગજેરાની ઓડિયો ક્લિપ વાઇરલ થતાં ખળભળાટ!
- પાટીદાર નેતા જિગીષા પટેલનો છૂપાયેલો ચહેરો આવ્યો સામે (Rajkot)
- જિગીષા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લિપ વાઇરલ થતા ખળભળાટ
- વાઇરલ ઓડિયો ક્લિપે જિગીષા પટેલનાં ષડયંત્રને ઉઘાડું પાડ્યું!
- વાઇરલ ઓડિયો ક્લીપમાં પાટીદાર આગેવાન પરનાં ષડયંત્રનો થયો પર્દાફાશ
- પાટીદાર આગેવાન નરેશ પટેલને બ્લેકમેલ કરવાની સ્કીમ અંગે ચર્ચા કરી હોવાની માહિતી
Rajkot : પાટીદાર નેતા જિગીષા પટેલ (Jigisha Patel) અને વિવાદિત યુટ્યુબર બન્ની ગજેરાની (YouTuber Bunny Gajera) ઓડિયો ક્લિપ વાઇરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વાઇરલ ઓડિયો ક્લિપમાં બન્ની ગજેરા અને જિગીષા પટેલ પાટીદાર આગેવાન નરેશ પટેલ (Naresh Patel) સામે ષડયંત્ર રચ્યાનો પર્દાફાશ થયો હોવાની ચર્ચા છે. પાટીદાર આગેવાન નરેશ પટેલને બ્લેકમેલ કરવાની સ્કીમ અંગે બંને ચર્ચા કરતા હોવાની માહિતી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) વાઇરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો - Gondal : બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે ગંભીર આક્ષેપો સાથે વધુ એક ફરિયાદ
પાટીદાર નેતા જિગીષા પટેલનો છૂપાયેલો ચહેરો આવ્યો સામે
જિગીષા પટેલ બન્ની ગજેરાની ઓડિયો ક્લિપ થઈ વાયરલ
ઓડિયો ક્લિપે જિગીષા પટેલના ષડયંત્રને પાડ્યું ઉઘાડું
ઓડિયો ક્લીપમાં પાટીદાર આગેવાન પરના ષડયંત્રનો પર્દાફાશ
પાટીદાર આગેવાન નરેશ પટેલને બ્લેકમેલ કરવાની સ્કીમ અંગે ચર્ચા#Gujarat… pic.twitter.com/47FxPahGq3— Gujarat First (@GujaratFirst) May 30, 2025
વાઇરલ ઓડિયો ક્લિપે જિગીષા પટેલનાં ષડયંત્રને ઉઘાડું પાડ્યું!
પાટીદાર નેતા જિગીષા પટેલ અને યુટ્યુબર બન્ની ગજેરા વચ્ચે મોબાઇલ પર થયેલ સંવાદની એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ વાઇરલ ઓડિયો ક્લિપમાં જિગીષા પટેલ (Jigisha Patel) અને યુટ્યૂબર બન્ની ગજેરા પાટીદાર આગેવાન નરેશ પટેલ (Naresh Patel) સામે ષડયંત્ર રચતા હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. પાટીદાર આગેવાન નરેશ પટેલને બ્લેકમેલ કરવાની સ્કીમ અંગે બંને ચર્ચા કરતા હોય તેવી માહિતી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વાઇરલ ઓડિયો ક્લિપની (Viral Audio Clip) પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો - Gondal : પિયુષ રાદડિયા બાદ વકીલ દિનેશ પાતરની પણ તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
વિવાદિત યુટ્યૂબર બન્ની ગજેરા સામે અગાઉ નોંધાઈ ચૂકી છે ફરિયાદ
જણાવી દઈએ કે, અગાઉ યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરા સામે રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં જાહેરજીવનનાં આગેવાનો અને તેમના પરિવારની મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરવા મામલે B ડિવિઝન પોલીસમાં (B Division Police) ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે તે પહેલા પણ ગોંડલ તાલુકા (Gondal), સુલતાનપુર, જેતપુર ખાતે સોશિયલ મીડિયા પર વાણીવિલાસ મામલે બન્ની ગજેરા સામે ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો - Rajkot : યુટ્યૂબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ધરપકડ, 3 પોલીસ સ્ટેશનમાં જુદી-જુદી ફરિયાદ