Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkot : પીએમ મોદીના મંત્ર સાથે રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ

Rajkot : ગુજરાતના વિકાસ અને ઔદ્યોગિક વૃદ્ધિને નવી ઊંચાઈઓ આપવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારવાડી યુનિવર્સિટી ખાતે કર્યું છે.
rajkot   પીએમ મોદીના મંત્ર સાથે રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ
Advertisement
  • Rajkot : પીએમ મોદીએ  રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટનું ઉદ્ઘાટન કર્યું : ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે
  • સોમનાથ પછી રાજકોટમાં પીએમ મોદીની હાજરી : વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં મુકેશ અંબાણીએ કર્યું પ્રશંસન
  • 'વિકાસ પણ અને વિરાસત પણ' : પીએમ મોદીના મંત્ર સાથે રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ
  • ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા : રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં પીએમ મોદીનું મોટું નિવેદન
  • રાજકોટમાં 40 દેશોના ડેલિગેટ્સ સાથે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ : મુકેશ અંબાણીએ 7 લાખ કરોડનું રોકાણ જાહેર કર્યું

Rajkot : ગુજરાતના વિકાસ અને ઔદ્યોગિક વૃદ્ધિને નવી ઊંચાઈઓ આપવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારવાડી યુનિવર્સિટી ખાતે કર્યું છે. આ કાર્યક્રમમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સહિત અનેક ઉદ્યોગપતિઓ અને 40 દેશોના 350થી વધુ વિદેશી ડેલિગેટ્સ તેમજ 5000થી વધુ બિઝનેસમેન હાજર રહ્યા હતા.

Rajkot : પીએમ મોદીની 2026ની પ્રથમ ગુજરાત યાત્રા

વડાપ્રધાન મોદીએ આને 2026ની પોતાની પ્રથમ ગુજરાત યાત્રા ગણાવી અને કહ્યું કે આ યાત્રા સોમનાથમાં શિશ ઝુકાવીને શરૂ થઈ છે. તેમણે 'વિકાસ પણ અને વિરાસત પણ'ના મંત્રને રજૂ કરતાં જણાવ્યું કે ગુજરાત વિકાસ અને વારસાનું અનોખું ઉદાહરણ છે. તેમણે કહ્યું, "21મી સદીની આધુનિક ભારતની યાત્રા એક સપનાથી શરૂ થઈ છે અને આજે તે અટલ વિશ્વાસ સુધી પહોંચી છે."

Advertisement

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકાસ પામતી અર્થવ્યવસ્થા

પીએમ મોદીએ ભારતની આર્થિક પ્રગતિ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે અને તે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે IMF ભારતને ગ્લોબલ ગ્રોથના એન્જિન તરીકે જુએ છે અને વિશ્વમાં ભારત પાસે અપેક્ષાઓ વધી રહી છે. ભારત વિશ્વનું બીજું સૌથી મોટું મોબાઈલ મેન્યુફેક્ચરર અને મેટ્રો નેટવર્કમાં ત્રીજા નંબરે છે તેમજ વેક્સિન ઉત્પાદનમાં નંબર વન છે.

Advertisement

ગ્લોબલ પાર્ટનરની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો

છેલ્લા બે દાયકામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મોટો ફેરફાર થયો છે એમ કહી તેમણે જણાવ્યું કે આ સમિટ હવે માત્ર રોકાણથી આગળ વધીને ગ્લોબલ ગ્રોથ, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ભાગીદારીનું મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. ગ્લોબલ પાર્ટનર્સની સંખ્યા સતત વધી રહી છે.

સૌરાષ્ટ્ર-કચ્છ વિશે કહી મહત્વપૂર્ણ વાત

સૌરાષ્ટ્ર અને કચ્છના વિકાસ પર વાત કરતાં પીએમએ કહ્યું કે અગાઉ સૌરાષ્ટ્રમાં દુકાળ અને કચ્છમાં રણ સિવાય કંઈ નહોતું, પરંતુ લોકોની મહેનતથી ભાગ્ય બદલાયું છે. વિશ્વને ભારતમાં રોકાણ કરવાનો આ સાચો સમય છે એમ તેમણે જણાવ્યું. મુકેશ અંબાણીએ પીએમ મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે તેમના નેતૃત્વમાં ભારતમાં અભેદ્ય રક્ષણ કવચ છે અને તેઓ ગુજરાતમાં આગામી 5 વર્ષમાં રોકાણ બમણું કરશે, જે 7 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે.

વિકસિત ભારત @2047

આ બે દિવસીય કોન્ફરન્સમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, પોર્ટ્સ, ફિશરીઝ, પેટ્રોકેમિકલ્સ, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ અને ટુરિઝમ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સમિટ વિકસિત ભારત @2047ની દિશામાં મહત્વનું પગલું છે.

આ પણ વાંચો-શ્રદ્ધાળુઓના ધસારાને કારણે ‘Somnath સ્વાભિમાન પર્વ’ 15 જાન્યુઆરી સુધી લંબાવાયો : સરકારની મોટી જાહેરાત

Tags :
Advertisement

.

×