Rajkot : રાજપૂત સમાજની મહિલા અગ્રણીઓમાં રોષ, કહ્યું- પરશોત્તમ રૂપાલાએ હવે રિટાયરમેન્ટ લેઇ લેવું જોઈએ..!
- પરશોત્તમ રૂપાલાનો હવે નવો વિવાદ સામે આવ્યો
- બે દિવસ પહેલા ભગવાન રામ મુદ્દે કરી હતી ટિપ્પણી
- પરશોતમ રૂપાલાએ રિટાયરમેન્ટ લેવું જોઈએ: પ્રજ્ઞા બા
- પરશોતમ રૂપાલાને હટાવવાની ગીતા બાની માગ
રાજકોટનાં (Rajkot) સાંસદ અને ભારતીય જનતા પાર્ટીનાં (BJP) વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. પરશોત્તમ રૂપાલા દ્વારા ફરી એકવાર એવું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું, જેનાથી રાજપૂત સમાજ લાગણી ફરી દુભાઈ છે. રાજપૂત સમાજની (Rajput Community) મહિલા અગ્રણીઓ દ્વારા પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પરશોત્તમ રૂપાલાને પાર્ટીમાંથી હટાવવાની માગ સાથે પરુષોત્તમ રૂપાલાએ હવે રિટાયરમેન્ટ લેવું જોઈએ તેવી સલાહ આપી છે.
આ પણ વાંચો - Parshottam Rupala સામે ફરી એકવાર રાજપૂત સમાજ આકરા પાણીએ, તમામ હોદ્દા પરથી મુક્ત કરવા માંગ
- પરશોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજનો ફરી વિરોધ
- બે દિવસ પહેલા ભગવાન રામને લઈ કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી
- પરશોતમ રૂપાલાએ રિટાયરમેન્ટ લેવું જોઈએ : પ્રજ્ઞા બા
- હવે રાજનીતિ છોદી દેવી જોઈએ : પ્રજ્ઞા બા
- પરશોતમ રૂપાલાને હટાવવાની ગીતા બાની માગ
- સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં નુકસાન…— Gujarat First (@GujaratFirst) September 12, 2024
પરશોત્તમ રૂપાલાએ હવે રિટાયરમેન્ટ લેઇ લેવું જોઈએ : પ્રજ્ઞા બા
રાજકોટ (Rajkot) સાંસદ અને ભારતીય જનતા પાર્ટીનાં નેતા પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા બે દિવસ પહેલા ભગવાન રામને (Lord Ram) લઈ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી, જેના પછી રાજપૂત સમાજ દ્વારા તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરશોત્તમ રૂપાલાનાં નિવેદનને લઈ ક્ષત્રિયાણી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટનાં (Kshatriya Sangathan Charitable Trust) ઉપપ્રમુખ પ્રજ્ઞા બાએ સલાહ આપતા કહ્યું કે, પરશોત્તમ રૂપાલાએ હવે રિટાયરમેન્ટ લેઇ લેવું જોઈએ. તેમણે હવે રાજનીતિ છોદી દેવી જોઈએ. પ્રજ્ઞા બાએ (Pragya Ba) આરોપ લગાવતા કહ્યું કે, પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ભગવાન રામને તુંકારો આપ્યો. રામ બાલીથી ડરી ગયા તેવું નિવેદન રૂપાલાએ આપ્યું હતું. રાવણની જગ્યાએ રામ-રામ બોલ્યા છે. ભગવાન રામ ડરી ગયા, તેઓ ડરપોક છે તેવું અનેકવાર બોલ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : ડ્રગ્સ માફિયાઓનો મનસૂબો ધ્વસ્ત! ક્રાઇમ બ્રાન્ચે ઈકો કારમાંથી 1 કિલો ડ્રગ્સ ઝડપ્યું, કિંમત ચોંકાવનારી!
અમે ડોર ટુ ડોર વિરોધ કરીશું : ગીતા બા
પ્રજ્ઞાબાએ કહ્યું કે, રામ ભગવાન (Lord Ram) રાજપૂત હતા એટલે નહિં પણ બધા હિન્દુઓને જાગવું જોઈએ. હવે લેટ ગો કરવા જેવું નથી. કોઈ રાજપૂત હવે શાંતિથી નહિ બેસે. તેમણે કહ્યું કે, હવે બધા ભેગા થઈશું અને આગળ આંદોલન ચાલુ કરીશું. હવે ઉગ્ર આંદોલન કરીશું. બીજી તરફ ક્ષત્રિયાણી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ ગીતા બાએ (Geeta Ba) કહ્યું કે, પરશોત્તમ રૂપાલાનાં વાણી વિલાસથી હિન્દુઓની લાગણી દુભાઇ છે. સમગ્ર હિન્દુ સમાજે પણ આનો વિરોધ કરવો જોઇએ. પરશોતમ રૂપાલાને હટાવવાની માગ સાથે ગીતા બાએ કહ્યું કે, અમે ડોર ટુ ડોર વિરોધ કરીશું. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં નુકસાન ભોગવવું પડશે.
આ પણ વાંચો - PM Modi Gujarat Visit : આ રહ્યો 'વિકાસ પુરુષ'ની ગુજરાત મુલાકાતનો મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમ!