Rajkot : યુટ્યૂબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાના સાગરીતની પોલીસે કરી ધરપકડ
- જેતપુરના મોટા ગુંદળામાં યુટ્યુબર બન્ની ગજેરાની ધરપકડ
- બન્નીને મદદ કરનાર ગોંડલના પિયુષ રાદડીયાની પણ ધરપકડ
- અલ્પેશ ઢોલરીયા, ગણેશ જાડેજા વિરુદ્ધ અનેક વીડિયા કર્યા અપલોડ
મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાનાં મોટાગુંદાળા રહેતા ભાવિન ઉર્ફ બન્ની ગોરધનભાઈ ગજેરા સામે ગોંડલ તાલુકા પોલીસ ઉપરાંત સુલતાનપુર પોલીસમાં ફરિયાદ થઇ હોય ડીવાયએસપી ઝાલાનાં માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ ઓડેદરા તથા તાલુકા પીઆઇ પરમારની ટીમ દ્વારા બન્નીની શોધખોળ હાથ ધરાતા તપાસનાં અંતે ઉત્તરાખંડ નાં નૈનીતાલ થી જડપી લીધો હતો. વધુમાં તેને મદદગારી કરનાર ગોંડલ પિયુષ લાલજીભાઈ રાદડીયાની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી કાર્યવાહી કરી હતી. છેલ્લા કેટલાક સમયથી બન્ની ગજેરા પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા, તેના પુત્ર ગણેશ ઉપરાંત જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા વિરુધ્ધ બેફામ વાણીવિલાસ કરતા વિડીયો સોશ્યલ મીડીયામાં અવાર નવાર મુકી ચર્ચાસ્પદ બન્યો હતો.
બન્ની સામે અલગ અલગ ત્રણ ગુન્હાઓ નોંધાયા
દરમિયાન ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખને તેમના જ મિત્ર ની પત્નિ સાથે અનૈતિક સંબંધ હોવાનો એક વિડીયો વાયરલ કર્યો હતો. બાદમાં આવા વિડીયો નહી બનાવવા સમજાવટ કરવા જતા બન્નીએ રુ. 11 લાખની માંગણી કર્યા મામલે પોલીસ ફરિયાદ થઇ હતી. જેમા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ ઠુંમરે સુલતાનપુર પોલીસ તથા ઉપપ્રમુખ વિશાલભાઈ ખુંટે ગોંડલ તાલુકા પોલીસ ઉપરાંત જેતપુરનાં વેપારી અતુલભાઈ માવાણીએ ઉપરોકત મામલે ખંડણી તથા ધમકી આપવા અંગે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા બન્ની સામે અલગ અલગ ત્રણ ગુન્હાઓ નોંધાયા હતા.
આ પણ વાંચોઃ Bharuch : ઝઘડીયા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી દ્વારા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરાયું
બન્ની ગજેરાને બાતમીના આધારે ઝડપી પાડ્યો
જ્યારે ગોંડલનો પિયુષ રાદડીયા બન્ની ગજેરાને માહિતી પુરી પાડી વિડીયો વાયરલ કરવા મદદરૂપ બનતો હતો. નાશી છુટેલા બન્ની ગજેરાને બાતમીનાં આધારે નૈનીતાલ થી દબોચી લીધો હતો. જ્યારે પિયુષ રાદડીયાને ગોંડલ થી ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી છે.સોશિયલ મીડીયામાં વિડીયો વાયરલ કરી બેફામ વાણીવિલાસ કરનાર બન્ની ગુન્હાહિત ઇતિહાસ ધરાવેછે.તેની સામે જેતપુર, ઉપલેટા, સુલતાનપુર, બનાસકાંઠા ડીસા સહિત ગુન્હા નોંધાયા છે. જ્યારે પિયુષ રાદડીયા સામે અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાઇ ચુક્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad: 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરનો વિવાદ, ખોટા દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડવાની થઈ ફરિયાદ
અહેવાલ- વિશ્વાસ ભોજાણી(ગોંડલ)