પહેલગામને લઇને Rajnath Singh એ પાકિસ્તાન પર કર્યા પ્રહાર, એમણે ધર્મ પુછીને માર્યા,ભારતીય સેનાએ કર્મ જોઇને.....!
- Rajnath Singh એ પાકિસ્તાન પર કર્યા પ્રહાર
- આતંકવાદીઓને આપી કડક ચેતવણી
- ઓપરેશન સિંદુરથી આતંકવાદીઓના ઠેકાણાને કર્યા નેસ્તનાબૂદ
રાજસ્થાનના જોધપુરમાં આદર્શ સંરક્ષણ અને રમતગમત એકેડેમીના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આતંકવાદીઓને કડક ચેતવણી આપી હતી. રાજનાથ સિંહે કાર્યક્રમને સંબોધતા કહ્યું કે પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પુછીને લોકોને માર્યા , જયારે ભારતીય સેનાએ આતંકવાદીઓના કર્મના આધારે તેમનો ખાત્મો બોલાવી દીધો.
Rajnath Singh એ કહ્યું આતંકવાદીઓના ઠેકાણા નષ્ટ કર્યા
નોંધનીય છે કે રાજસ્થાનના જોધપુરમાં આદર્શ સંરક્ષણ અને રમતગમત એકેડેમીના કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંબોધનમાં કહ્યું કે પહેલગામમાં આતંકવાદીઓએ લોકોને ધર્મ પુછીને માર્યા,જ્યારે ભારતીય સેનાએ આતંકવાદીઓને તેમના કર્મના આધારે તેમને મારી નાંખ્યા,ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદીઓ ઠેકાણાઓને નષ્ટ નાબૂદ કરી દીધા.અનેક આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો. ઓપરેશન સિંદુરથી પાકિસ્તાને ભારે નુકશાન થયું હતું.
Rajnath Singh એ કડક ચેતવણી આપીને પાકિસ્તાને આપ્યો કરારો જવાબ
પહેલગામ હુમલા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. આ પછી, પાકિસ્તાને ભારત તરફ અનેક મિસાઇલો છોડી. ભારતીય સેનાએ આ હુમલાનો યોગ્ય જવાબ આપ્યો.ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું, "ઓપરેશન સિંદૂરમાં, આપણી સેનાએ પાકિસ્તાનને કરારો જવાબ આપ્યો, નિર્ધારિત લક્ષ્યો પર સચોટ હુમલા કર્યા.
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ભારતીય ટુરિસ્ટોને પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ ટાર્ગેટ બનાવીને 26 લોકોને મારી નાંખ્યા હતા,જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદુરથી પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા અને એરબેઝ પર મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાનના અનેક આતંકવાદીઓનો ખાત્મો થયો હતો.
આ પણ વાંચો: GST 2.0 માં ટ્રમ્પના ટેરિફની હવા નીકળી જશે! ભારત સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન