રાજનાથ સિંહનું મોટું નિવેદન, સિંધ એક દિવસ ભારતનો જ ભાગ હશે! PoK પર પણ કહી આ મોટી વાત
- Rajnath Singh Sindh Statement :સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન
- સિંધ એક દિવસ ભારતનો જ ભાગ હશે: રાજનાથ સિંહ
- રાજનાથ સિંહે pokને લઇને કરી આ મોટી વાત
આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ' દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ( Rajnath Singh Sindh Statement ) એક મોટું અને ઐતિહાસિક નિવેદન આપ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ( Rajnath Singh Sindh Statement ) એ કહ્યું કે સિંધ આજે ભારતનો ભાગ નથી, પણ સરહદો (Borders) ગમે ત્યારે બદલાઈ શકે છે, અને સિંધ ભારતમાં પાછું આવી શકે છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે સિંધના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને યાદ કર્યું.
Rajnath Singh Sindh Statement: સિંધ ભારતનો એક દિવસ ભાગ હશે
1947ના ભાગલા ( Partition) પછી સિંધ પ્રદેશ પાકિસ્તાનમાં ગયો. ત્યાં રહેતા મોટાભાગના સિંધી હિન્દુઓ ભારતમાં સ્થળાંતરિત થયા. રાજનાથ સિંહે નોંધ્યું કે લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani )એ તેમના પુસ્તકમાં લખ્યું છે કે તેમની પેઢીના સિંધીઓ હજુ પણ સિંધના ભારતથી અલગ થવાને સ્વીકારી શક્યા નથી.તેમણે સમજાવ્યું કે Indus River (સિંધુ નદી) હંમેશા ભારતીય હિન્દુઓ માટે પવિત્ર રહી છે, અને સિંધના ઘણા મુસ્લિમો પણ તેની શુદ્ધતાને Holy (પવિત્ર) ઝમઝમ નદી જેટલી માનતા હતા.
#WATCH | Delhi: Defence Minister Rajnath Singh says, "...Today, the land of Sindh may not be a part of India, but civilisationally, Sindh will always be a part of India. And as far as land is concerned, borders can change. Who knows, tomorrow Sindh may return to India again..."… pic.twitter.com/9Wp1zorTMt
— ANI (@ANI) November 23, 2025
'સિંધ સભ્યતા( Civilization) દ્વારા હંમેશા ભારતનો ભાગ રહેશે', રાજનાથ સિંહે કહ્યું, "આજે, સિંધભૌગોલિક રીતે ભારતનો ભાગ ન હોય શકે, પરંતુ સભ્યતા અને સંસ્કૃતિ દ્વારા, તે હંમેશા ભારતનો ભાગ રહેશે." તેમણે વધુમાં કહ્યું કે સરહદો બદલાઈ શકે છે, અને કોણ જાણે છે કે સિંધ કાલે ભારતમાં પાછું આવી શકે છે."
POK ને લઇને પણ કરી આ મોટી વાત
સરંક્ષણ પ્રધાને પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર (PoK) પર પણ નિવેદન આપ્યું . ભારતીય સમુદાય સાથેની વાતચીત દરમિયાન વધુમાં કહ્યું કે ભારત કોઈપણ આક્રમક કાર્યવાહી વિના PoK Recover મેળવી લેશે. તેમણે કહ્યું કે PoKમાં લોકોએ પોતાનો અવાજ ઉઠાવવાનું અને 'સ્વતંત્રતા'ની માંગ કરવાનું શરૂ કર્યું છે.ઓપરેશન સિંદૂર પછી ચર્ચા શરૂ થઈ: ઓપરેશન સિંદૂર દરમિયાન, કેટલાક નિષ્ણાતોએ કહ્યું હતું કે ભારતે PoKનો ભાગ પાછો મેળવવા માટે Initiative (પહેલ) કરવી જોઈએ. આ સંદર્ભમાં, રાજનાથ સિંહે કહ્યું કે પરિસ્થિતિ આ દિશામાં બદલાઈ રહી છે.
આ પણ વાંચો: દિલ્હી લાલ કિલ્લા કાર વિસ્ફોટ કેસમાં પુલવામાના રહેવાસી તુફૈલ અહેમદની કરાઇ ધરપકડ


