Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Raju Karpada ને મળવા કોંગ્રેસ નેતાઓે સુરેન્દ્રનગરમાં પહોંચ્યા! રાજુ કરપડાએ આપ્યુ આ નિવેદન

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુભાઈ કરપડા (Raju Karpada) ને કોંગ્રેસમાં લાવવા પાલ આંબલિયા (Pal Ambaliya) સહિતના નેતાઓએ કવાયત શરૂ કરી છે. જોકે કરપડાએ હજુ કોઈ પક્ષમાં જોડાવાની ના પાડી છે અને ખેડૂત સંમેલન બાદ નિર્ણય લેવાની વાત કરી છે. તેઓ ટૂંક સમયમાં અમિતભાઈ ચાવડા (Amit Chavda) ને મળે તેવી શક્યતા છે.
raju karpada ને મળવા કોંગ્રેસ નેતાઓે સુરેન્દ્રનગરમાં પહોંચ્યા  રાજુ કરપડાએ આપ્યુ આ નિવેદન
Advertisement
  • Raju Karpada ને કોંગ્રેસમાં જોડાવવા આમંત્રણ આપ્યાની ચર્ચા
  • કોંગ્રેસના આગેવાનો રાજુભાઈ કરપડાની મુલાકાત માટે પહોંચ્યા
  • પાલ આંબલિયા સહિતના આગેવાનો સુરેન્દ્રનગર પહોંચ્યા

Raju Karpada: ગુજરાતના રાજકારણમાં હાલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના કિસાન સેલના પૂર્વ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા (Raju Karpada) એ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ હવે તેઓ કઈ દિશામાં જશે તે ચર્ચાનો વિષય બન્યો છે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસ (Congress) પક્ષ દ્વારા તેમને પોતાના પક્ષમાં લેવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા પાલ આંબલિયા (Pal Ambaliya) સહિતના અગ્રણી નેતાઓ રાજુભાઈ કરપડાને મળવા માટે સુરેન્દ્રનગર (Surendranagar) પહોંચ્યા હતા.

Raju Karpada અમિતભાઈ ચાવડા સાથે કરી શકે છે મુલાકાત

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કોંગ્રેસના આગેવાનોએ રાજુભાઈ કરપડાને પક્ષમાં જોડાવા માટે વિધિવત આમંત્રણ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં રાજુભાઈ કરપડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા (Amit Chavda) સાથે મુલાકાત કરી શકે છે. જોકે, આ મુલાકાત બાદ જ તેઓ કોંગ્રેસમાં જોડાશે કે કેમ તે સ્પષ્ટ થશે.

Advertisement

ખેડૂત સંમેલન બાદ લેવાશે અંતિમ નિર્ણય

પોતાના રાજકીય ભાવિ અંગે સ્પષ્ટતા કરતા રાજુભાઈ કરપડાએ જણાવ્યું છે કે, "હાલમાં મેં કોઈપણ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી." તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસના નેતાઓ સાથેની મુલાકાત માત્ર પારિવારિક સંબંધોને કારણે હતી. કરપડાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ આગામી સમયમાં એક મોટું ખેડૂત સંમેલન (Farmers Convention) યોજશે. આ સંમેલન બાદ ખેડૂતો અને તેમના સમર્થકો જે માર્ગદર્શન આપશે, તે મુજબ જ તેઓ પોતાનો અંતિમ નિર્ણય લેશે.

Advertisement

AAP સાથેનો છેડો અને ભવિષ્યની રણનીતિ

રાજુભાઈ કરપડાએ જેલવાસ દરમિયાન પક્ષ દ્વારા પૂરતો સહયોગ ન મળ્યો હોવાના આક્ષેપો સાથે 'આપ' સાથે છેડો ફાડ્યો છે. સૌરાષ્ટ્ર (Saurashtra) ના ખેડૂત વર્ગમાં તેમનું સારું એવું પ્રભુત્વ હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તેમની પર નજર રાખી રહ્યા છે. જોકે, કોંગ્રેસની સક્રિયતા જોતા એવું લાગે છે કે વિપક્ષી ગઠબંધનમાં પડેલી તિરાડનો લાભ લેવા માટે કોંગ્રેસ કોઈ કસર છોડવા માંગતી નથી.

આ પણ વાંચોઃ  MLA ગોપાલભાઈ ઈટાલિયા પર કરેલા આક્ષેપનો Pravin Ram નો સણસણતો જવાબ!

Tags :
Advertisement

.

×