Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જેલ પ્રસાશનને બદનામ કરવાના ગુનામાં Raju Karpada ના રિમાન્ડ ના મળ્યા, ભાવનગર પોલીસ રિમાન્ડ રિવિઝન અરજી કરશે

રાજુભાઈ કરપડાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએને લઈને ભાવનગર જેલ પ્રશાસન સવાલોના ઘેરામાં આવી ગયું. જેલ અધિક્ષકે રાજુભાઈ કરપડા તેમજ આપની સોશિયલ મીડિયા ટીમ સામે જેલ તંત્રની બદનામી કરવાની ફરિયાદ નોંધાવી. ભાવનગર પોલીસે રાજુભાઈ કરપડાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટે રિમાન્ડ ના મજૂંર કરતા ભાવનગર પોલીસ હવે રિમાન્ડ રિવિઝન અરજી કરશે.
જેલ પ્રસાશનને બદનામ કરવાના ગુનામાં raju karpada ના રિમાન્ડ ના મળ્યા  ભાવનગર પોલીસ રિમાન્ડ રિવિઝન અરજી કરશે
Advertisement

બોટાદ જિલ્લાના હડદડ ગામે ગઆપ સમર્થક ખેડૂત મહાપંચાયત કાર્યક્રમ દરમિયાન Botad Police પર થયેલા હિંસક હુમલાના કેસમાં રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામની અમદાવાદ ખાતેથી 16 ઑક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બંનેને જેલ હવાલે કરાયા બાદ રાજુભાઈ કરપડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Raju Karpada Viral Video) થયો હતો. વાયરલ વીડિયોએ ભાવનગર જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઉભા થતાં જેલ અધિક્ષકે રાજુભાઈ કરપડા તેમજ આપની સોશિયલ મીડિયા ટીમ સામે ફરિયાદ નોંધાવી. આ મામલામાં ભાવનગર પોલીસે Raju Karpada ની ધરપકડ કરીને અદાલતમાં 5 દિવસના રિમાન્ડ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટે રિમાન્ડ ના મજૂંર કરતા રાજુભાઈને જેલ હવાલે કરી દેવાયા છે. જો કે, ભાવનગર પોલીસ વીડિયો કોણે બનાવ્યો અને કોને મોકલ્યો ? તેના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહી છે.

Raju Karpada સામે ગુનો બોટાદમાં નોંધાયો, ધરપકડ અમદાવાદથી

પાળીયાદ પોલીસ સ્ટેશનના PI P D Vanda એ આપ સમર્થક ખેડૂત મહાપંચાયત કાર્યક્રમ દરમિયાન બોટાદ પોલીસ પર કરાયેલા હિંસક હુમલાને લઈને ફરિયાદી બન્યા હતા. ફરિયાદમાં Raju Karpada અને Pravin Ram ના ઉશ્કેરણીજનક સંબોધન તેમજ ઈસુદાન ગઢવી તથા ગોપાલ ઈટાલિયાએ કરેલા આહ્વાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારી/કર્મચારીઓ પર હિંસક હુમલો કરનારા તેમજ પોલીસના વાહનોમાં ભારે તોડફોડ કરવાના મામલામાં બનાવના દિવસે 65 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. Aam Aadmi Party Gujarat ના નેતાઓ સહિત સંખ્યાબંધ લોકોના નામનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશનના ચોપડે ફરિયાદ નોંધાયા બાદ Raju Karpada AAP સહિતના ફરાર નેતાઓની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાનમાં રાજુભાઈ અને પ્રવીણ રામ અમદાવાદ ખાતેના આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે ધરણા પર બેસવા આવતા તેમની બોટાદ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને અદાલતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપતા રાજુભાઈ સહિતના આરોપીઓને ભાવનગર જેલ હવાલે કરાયા હતા.

Advertisement

Advertisement

Raju Karpada વીડિયોમાં એવું તો શું બોલ્યા ?

ભાવનગર જેલમાં કેદ થયા બાદ રાજુભાઈ કરપડાનો એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. Raju Karpada એ વીડિયોમાં કહ્યું કે, "આવતી 31 તારીખના અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હશે. તમામ મારા પરિવાર સમા ખેડૂત ભાઈઓ સાથેનું સંમેલન થશે. પહેલું એવું ખેડતોનું સંમેલન હશે કે, જેમાં રાજુ કરપડાની હાજરી નહીં હોય. દોસ્તો આ સંમેલનમાં હું જેલમાં હશું. મને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હશો. આ સંમેલન સમયે હું હાજર નહીં હોઉં. ખેડૂત ભાઈઓને મળી નહીં શકું આ વાતનું મને દુઃખ છે. પણ ખુશી એ વાતની છે કે, આજે હું જેલમાં છું શા માટે છું ? ખેડૂત પરિવારોને દેણામાંથી બહાર કાઢવા માટે. અમારા ખેડૂતોને બચાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ લડ્યા અને જેના કારણે અમે જેલમાં છીએ. જેલમાં ગમે એટલું રહેવું પડશે અમે રહેવા માટે તૈયાર છીએ".

રાજુભાઈના વીડિયોને લઈને જેલ અધિક્ષકે ફરિયાદ નોંધાવી

રાજુભાઈ કરપડાના વાયરલ થયેલા વીડિયોએ ભાવનગર જેલ સત્તાધીશો સામે શંકાની આંગળી ચિંધી દીધી. જેથી ભાવનગર જેલ અધિક્ષકે (Jail Superintendent Bhavnagar) વાયરલ વીડિયોના આધારે રાજુભાઈ કરપડા સામે નિલમબાગ પોલીસ સ્ટેશન (Nilambag Police Station) માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જેલ તંત્રને બદનામ કરવા રાજુભાઈ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમે (Social Media Team AAP) આયોજનબદ્ધ રીતે ભૂમિકા ભજવી હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો- Team SMC પર ફાયરિંગ કરનારી ટોળકીના રિમાન્ડ મંજૂર, કોની હત્યા કરવા આવ્યા હતા આ રિઢા અપરાધીઓ ?

રાહદારીએ વીડિયો ઉતાર્યો હતો : રાજુભાઈ કરપડા

વાયરલ વીડિયોને લઈને જેલ તંત્રએ રાજુભાઈની પૂછપરછ કરી હતી. જેમાં તેમણે આ વાયરલ વીડિયો એક અજાણ્યા રાહદારીએ ઉતાર્યો હોવાનું જણાવ્યું છે. સાયબર ક્રાઈમ સેલ ભાવનગર (Cyber Crime Cell Bhavnagar) ખાતે રાજુભાઈની પૂછપરછમાં પણ આ જ વાતનું રટણ તેમણે ચાલુ રાખ્યું હતું. અદાલતે રિમાન્ડ અરજી નામંજૂર કરતા રાજુભાઈને જેલ હવાલે કરી દેવાયા છે.

રિમાન્ડ માટે રિવિઝન અરજી કરીશું : SP Bhavnagar

જેલ પ્રસાશનની બદનામી કરતા વીડિયોની તપાસ માટે ભાવનગર સાયબર ક્રાઈમ સેલે અદાલતમાં રાજુભાઈ કરપડાના રિમાન્ડ મેળવવા અરજી કરી હતી, પરંતુ અરજી નામંજૂર થઈ છે. રાજુભાઈનો વીડિયો કોણે બનાવ્યો અને આ વીડિયો આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ પાસે કેવી રીતે પહોંચ્યો તે સવાલના જવાબ હજુ સુધી પોલીસ મેળવી શકી નથી. Gujarat First એ આ મામલે ભાવનગર એસપી નિતેશ પાંડે્ય (Nitesh Pandey) નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે રિમાન્ડ માટે રિવિઝન અરજી કરવાના છીએ.

આ પણ વાંચો- Junagadh : ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ રોષે ભરાઈ, મામલો જિ. કલેક્ટર સુધી પહોંચ્યો

Tags :
Advertisement

.

×