Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajya sabha Candidate Mansinh Parmar Profile : ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર માનસિંહ પરમારની જાણો પ્રોફાઈલ

Rajya sabha Candidate Mansinh Parmar Profile મેળવો એક જ ક્લિકમાં, માનસિંહ પરમાર ગીર સોમનાથમાંથી કારડિયા રાજપૂત સમુદાયમાંથી આવે છે. ગુજરાત પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ સોમનાથ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે, જો કે, વિમલ ચુડાસમા સામે તેમનો પરાજય થયો હતો. તેઓ ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખના મહત્વના પદ પર પણ રહી ચૂક્યા છે
rajya sabha candidate mansinh parmar profile   ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર માનસિંહ પરમારની જાણો પ્રોફાઈલ
Advertisement

Rajya sabha Candidate Mansinh Parmar Profile : આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના ચાર સહિતના અલગ અલગ રાજ્યો માટે રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત (Gujarat) રાજ્યમાંથી ભાજપે ચાર મહત્વના ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં રાજુભાઈ શુક્લા (Rajubhai Shukla), મુકેશભાઈ રાઠવા (Mukeshbhai Rathwa) અને જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારિયા (Jitendra Meghjibhai Kanzariya) અને માનસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. તે પૈકી માનસિંહ પરમારના યુવા ચહેરાને રાજ્યસભા માટે તક આપવામાં આવી છે.

Rajya sabha Candidate Mansinh Parmar Profile, યુવા ચહેરાને પ્રોત્સાહન

માનસિંહ પરમારના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો, તેઓ ગીર સોમનાથમાંથી કારડિયા રાજપૂત સમુદાયમાંથી આવે છે. તેઓ સૌ પ્રથમ 1999-2004 માં ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP ના સક્રિય સભ્ય બન્યા હતા. ત્યાર બાદ તેઓ 2002 માં ગુજરાત યુનિવર્સિટીની એન્જિનિયરીંગ ફેકલ્ટીમાં સેનેટ મેમ્બર તરીકે ચૂંટાઇને આવ્યા હતા. બાદમાં તેઓ 2005-2007 માં સુત્રપાડા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ બન્યા હતા. બાદમાં 2010-2012 માં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા. તે બાદ 2010-2012 માં રાજકોટ મહાનગર અને અમરેલી જિલ્લામાં ભાજપ યુવા મોરચાના ઓબ્ઝર્વર બન્યા હતા. તે બાદ 2011 માં જમ્મુ-કાશ્મીરના પહેલા કેમ્પેઇનમાં જોડાયા હતા. પછી 2012 થી લઇને 2020 સુધી યુવા મોરચાના એક્ઝીક્યૂટિવ કમિટિ મેમ્બર, નહેરુ યુવા કેન્દ્ર (ગીર સોમનાથ) ના ડિરેક્ટર, ગીર સોમનાથ ડિસ્ટ્રીક્ટ પંચાયતના મેમ્બર, ગીર સોમનાથ ભાજપના જનરલ સેક્રેટરી, જિલ્લા પ્રમુખ પણ રહ્યા હતા.

Advertisement

Rajya sabha Candidate Mansinh Parmar Profile, સોમનાથ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડ્યા

ગુજરાત પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ સોમનાથ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે, જો કે, વિમલ ચુડાસમા સામે તેમનો પરાજય થયો હતો. તેઓ ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે, અને તેઓ મજબૂત ઓળખ ધરાવે છે. ભાજપ દ્વારા રાજ્યસભામાં યુવા ચહેરાનો પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ઓ બીઇ કેમિકલ એન્જિનિયરીંગની ડીગ્રી ધરાવે છે. અને હાલ તેઓ LLM નો અભ્યાસ કરી રહ્યા છે.

Advertisement

કોંગ્રેસ તો રેસમાં જ નથી

રાજ્યસભાની ચૂંટણીને લઇને ઉમેદવારી પત્રક ભરવા માટેની અંતિમ તારીખ 8 જૂન છે. ત્યાર બાદ ફોર્મ પરત ખેંચી લેવાની તારીખ 11 જૂન છે. 18 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી માટે મદતાન અને મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ છે, જેથી ઉપરોક્ત ચારેય ઉમેદવારોની જીત લગભગ નિશ્ચિત જણાય છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 જ ધારાસભ્યો હોવાથી રાજ્યસભાની ચૂંટણીનું ગણિત તેમના પક્ષમાં નથી. જે જોતા ભાજપના ચારેય ઉમેદવાર બિનહરિફ જીત મેળવે તેવું નક્કી માનવામાં આવે છે.

આ પણ વાંચો - Gujarat Rajya Sabha candidate declared: ગુજરાતમાંથી કોને મળી રાજ્યસભાની ટિકિટ? જુઓ આખી યાદી

Tags :
Advertisement

.

×