Rajya sabha Candidate Mukesh Rathwa Profile: ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર મુકેશભાઈ રાઠવાની જાણો પ્રોફાઈલ
Rajya sabha Candidate Mukesh Rathwa Profile: આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના ચાર સહિતના અલગ અલગ રાજ્યો માટે રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત (Gujarat) રાજ્યમાંથી ભાજપે ચાર મહત્વના ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં રાજુભાઈ શુક્લા (Rajubhai Shukla), મુકેશભાઈ રાઠવા (Mukeshbhai Rathwa) અને જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારિયા (Jitendra Meghjibhai Kanzariya) અને માનસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. તે પૈકી યુવા ચહેરા મુકેશભાઇ રાઠવાને રાજ્યસભા માટે તક આપવામાં આવી છે.
Rajya sabha Candidate Mukesh Rathwa Profile, જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ
ગુજરાતમાંથી રાજ્યસભા માટે છોટાઉદેપુરના મુકેશભાઇ રાઠવાનું નામ જાહેર કરવામાં આતા જ સમર્થકો અને શુભેચ્છકોમાં ભારે ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે. રાજપીપળામાં કાર્યકરોએ મુકેશભાઇ રાઠવાને શુભેચ્છાઓ પાઠવી છે. સામે મુકેશભાઇ રાઠવાએ કાર્યકરો અને આગેવાનોનો આભાર માન્યો છે. તથા પાર્ટીએ મુકેલા વિશ્વાસ બદલ પક્ષના નેતૃત્વનો પણ આભાર માન્યો છે. મુકેશભાઇ રાઠવાએ કહ્યું કે, પક્ષે મને સોંપેલી જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ.હું આદિવાસી વિસ્તારના પ્રશ્નો અસરકારક રીતે રજૂ કરીશ, સાથે જ તેમણે ગુજરાતના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ કર્યો છે.
Rajya sabha Candidate Mukesh Rathwa Profile, 39 વર્ષે મળી મોટી તક
મુકેશભાઇ રાઠવાના પાર્ટી સાથેને ઇતિહાસની વાત કરીએ તો, તેઓ મૂળ છોટાઉદેપૂરના છે, અને ST (Rathwa) સમુદાયમાંથી આવે છે. તેઓ છોટાઉદેપુરમાં જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે. તેઓ પ્રદેશ ભાજપ યુવા મોરચાના પૂર્વ વાઇસ પ્રેસીડેન્ટ પણ રહી ચૂક્યા છે. સાથો સાથ તેઓ સુરત શહેર યુવા મોરચાના પ્રભારી તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂકયા છે. તેમના ભણતર ઉપર નજર નાંખીએ તેઓ તેઓ MA, M.Ed Dvs LLB - 4 ની ડીગ્રી ધરાવે છે. માત્ર 39 વર્ષની વયે જ મુકેશભાઇ રાઠવાને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે મહત્વપૂર્ણ તક આપવામાં આવી છે.
કોંગ્રેસ તો રેસમાં જ નથી
રાજ્યસભાની ચૂંટણીને લઇને ઉમેદવારી પત્રક ભરવા માટેની અંતિમ તારીખ 8 જૂન છે. ત્યાર બાદ ફોર્મ પરત ખેંચી લેવાની તારીખ 11 જૂન છે. 18 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી માટે મદતાન અને મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ છે, જેથી ઉપરોક્ત ચારેય ઉમેદવારોની જીત લગભગ નિશ્ચિત જણાય છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 જ ધારાસભ્યો હોવાથી રાજ્યસભાની ચૂંટણીનું ગણિત તેમના પક્ષમાં નથી. જે જોતા ભાજપના ચારેય ઉમેદવાર બિનહરિફ જીત મેળવે તેવું નક્કી માનવામાં આવે છે.
આ પણ વાંચો - Rajya sabha Candidate Mansinh Parmar Profile : ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર માનસિંહ પરમારની જાણો પ્રોફાઈલ


