Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodra: રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસ, FSL રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વડોદરામાં હોળીનાં તહેવારનાં દિવસે રાત્રીના સમયે હીટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં આરોપી તેમજ તેના સાથી મિત્રો દ્વારા નશો કર્યો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
vadodra  રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસ  fsl રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Advertisement
  • રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રનનો મામલો
  • FSL માં મોકલેલ બ્લડ સેમ્પલનો રિપોર્ટ પોલીસને મળ્યો
  • ત્રણેય આરોપીઓએ ગાંજો પીધો હોવાનું FSL રિપોર્ટમાં આવ્યું સામે
  • કારેલીબાગ પોલીસે ત્રણેય સામે અલાયદો ગુનો દાખલ કર્યો

વડોદરામાં તા. 13 માર્ચ હોળીનાં દિવસે રાત્રીનાં સમયે પુર ઝડપે ગાડી હંકારી આઠ લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા અક્ષિત ચોરસિયાનાં બ્લડ સેમ્પ લઈ ગાંધીનગર એફએસએલમાં મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આજે પોલીસને મળ્યો છે. જેમાં રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડે ગાંજો પીધો હોવાનું FSL રિપોર્ટમાં સામે આવ્યું છે. કારેલીબાગ પોલીસે ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

Advertisement

હીટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતુ

વડોદરા શહેરનાં કારેલીબાગ વિસ્તારમાં હોસલીનાં દિવસે રાત્રીના સમયે પુર ઝડપે કાર હંકારી 8 લોકોને અડફેટે લેનાર રક્ષિત ચોરસિયાની અકસ્માત બાદ લોકો દ્વારા ધુલાઈ કરવામાં આવી હતી. અકસ્માતમાં હેમાલિબેન પટેલનું ઘટના સ્થળે જ મોત નિજ્યું હતું. જ્યારે તેમનાં પતિ પુરવ પટેલને ગંભીર ઈજાઓ થવા પામી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આરોપી રક્ષિત પટેલની ધરપકડ કરી હતી. તેમજ તેની સામે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધ્યોઃ પન્ના મોમાયા (DCP)

આ બાબતે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના બાદ પોલીસે આરોપી રક્ષિત ચોરસીયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભવાડના બ્લડ સેમ્પલ લીધા હતા. અને તેને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. આજે એફએસએલનો રિપોર્ટ આવ્યો છે. જેમાં ત્રણેય લોકોએ ગાંજાનો નશો કર્યો હોવાનું બ્લડ સેમ્પલ રિપોર્ટમાં સામે આવ્યું છે. કારેલીબાગ પોલીસે ત્રણેય સામે એનડીપીએસ એક્ટની કલમ 27 એ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Rajkumar Jat Case: રતનલાલ જાટે ન્યાય માટે કર્યો હુંકાર, હું જીવીશ ત્યાં સુધી મારા પુત્ર માટે લડતો રહીશ

ગાંજો ક્યાંથી લાવ્યો તેની તપાસ કરાશેઃ પોલીસ

તેમજ આરોપીઓ દ્વારા ગાંજો ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે. તેમજ નશો કરીને વાહન ચલાવનાર રક્ષિત ચોરસિયાની સામે ફરિયાદમાં કલમ 185 નો ઉમેરવામાં આવશે. તેમજ ફોર્સવેગન કંપનીનો રિપોર્ટ હજુ અમારી પાસે આવ્યો નથી. તે રિપોર્ટ આવ્યા બાદ જ કારની સ્પીડ અંગે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ વધુ વિગત મળી શકશે.

આ પણ વાંચોઃ Gandhinagar: ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયો 'GP–દ્રષ્ટી' પ્રોજેક્ટ, ડ્રોનના ઉપયોગથી રિસ્પોન્સ ટાઈમ ઘટશે

Tags :
Advertisement

.

×