ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ayodhya : રામ લલાને અત્યાર સુધી મળ્યું આટલું દાન..!

Ayodhya : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સદીઓની રાહનો અંત આવતા જ લોકોએ Ayodhya રામલલાના મંદિરમાં દિલથી દાન આપવાનું શરૂ કરી દીધું હતું. દરરોજ એટલી બધી રોકડ દાનના રૂપમાં આવી રહી છે કે Ayodhya સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કર્મચારીઓ પણ થાકી...
09:33 AM Feb 25, 2024 IST | Vipul Pandya
Ayodhya : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સદીઓની રાહનો અંત આવતા જ લોકોએ Ayodhya રામલલાના મંદિરમાં દિલથી દાન આપવાનું શરૂ કરી દીધું હતું. દરરોજ એટલી બધી રોકડ દાનના રૂપમાં આવી રહી છે કે Ayodhya સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કર્મચારીઓ પણ થાકી...
RAM MANDIR _AYODHYA

Ayodhya : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સદીઓની રાહનો અંત આવતા જ લોકોએ Ayodhya રામલલાના મંદિરમાં દિલથી દાન આપવાનું શરૂ કરી દીધું હતું. દરરોજ એટલી બધી રોકડ દાનના રૂપમાં આવી રહી છે કે Ayodhya સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કર્મચારીઓ પણ થાકી ગયા છે. આ માટે બેંકે સ્ટાફ વધારવો પડ્યો છે અને રોકડ ગણવા માટે ઓટોમેટિક મશીનોની સંખ્યા પણ વધારવી પડી છે. SBIએ રામ મંદિર શાખામાં ચાર નવા ઓટોમેટિક મશીનો લગાવ્યા છે. કેશ ગણતા મશીનો પણ જાણે કે હાંફી ગયા છે.

એક મહિનામાં 25 કિલો સોના અને ચાંદીના ઘરેણાં સહિત લગભગ 25 કરોડ રૂપિયાનું દાન મળ્યું

તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક બાદ એક મહિનામાં 25 કિલો સોના અને ચાંદીના ઘરેણાં સહિત લગભગ 25 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. મીડિયા અહેવાલોમાં રામ મંદિર ટ્રસ્ટ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે 25 કરોડ રૂપિયાની રકમમાં મંદિર ટ્રસ્ટ ઓફિસમાં જમા કરાયેલા ચેક, ડ્રાફ્ટ અને રોકડ તેમજ દાન પેટીઓમાં જમા કરવામાં આવેલી રકમનો સમાવેશ થાય છે. જો કે, અમારી પાસે ઓનલાઈન મોડ દ્વારા ટ્રસ્ટના બેંક ખાતામાં મોકલવામાં આવેલા નાણાં વિશે માહિતી નથી તેમ તેમણે કહ્યું હતું.

અત્યાર સુધીમાં લગભગ 60 લાખ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી

પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે 23 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 60 લાખ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી છે.રામ ભક્તોની ભક્તિ એવી છે કે તેઓ રામલલા માટે ચાંદી અને સોનાની બનેલી વસ્તુઓનું દાન કરી રહ્યા છે, જેનો ઉપયોગ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં થઈ શકતો નથી છતાં, ભક્તોની ભક્તિને ધ્યાનમાં રાખીને, રામ મંદિર ટ્રસ્ટ સોના અને ચાંદીની વસ્તુઓ, ઘરેણાં, વાસણો અને દાન સ્વીકારી રહ્યું છે."

રામ નવમીના તહેવાર દરમિયાન દાનમાં વધારો થવાની અપેક્ષા

મંદિર ટ્રસ્ટને રામ નવમીના તહેવાર દરમિયાન દાનમાં વધારો થવાની અપેક્ષા છે કારણ કે તે દરમિયાન લગભગ 50 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. ગુપ્તાના જણાવ્યા અનુસાર, એવી અપેક્ષા છે કે રામ નવમી દરમિયાન દાનના રૂપમાં મોટી રકમની રોકડ પ્રાપ્ત થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ રામ જન્મભૂમિ પર ચાર ઓટોમેટિક મશીનો લગાવી છે.

એક ડઝન કોમ્પ્યુટરાઈઝ્ડ કાઉન્ટર

ટ્રસ્ટ દ્વારા રસીદો આપવા માટે એક ડઝન કોમ્પ્યુટરાઈઝ્ડ કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે અને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં વધારાની દાન પેટીઓ રાખવામાં આવી રહી છે. રામ મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક મોટો અને સુસજ્જ કાઉન્ટિંગ રૂમ બનાવવામાં આવશે.

દાગીનાને પીગાળવાની જવાબદારી ટંકશાળને

રામ લલ્લાને ભેટ તરીકે મળેલા સોના-ચાંદીના દાગીના અને કિંમતી સામગ્રીને ઓગળવાની અને જાળવવાની જવાબદારી મૂલ્યાંકન માટે ભારત સરકારની ટંકશાળને સોંપવામાં આવી છે. આ સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ટ્રસ્ટ વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

સ્ટેટ બેંકની ટીમે કર્મચારીઓની સંખ્યા વધારીને પોતાનું કામ શરૂ કરી દીધું

એમઓયુ મુજબ, દાન, ચેક, ડ્રાફ્ટ અને રોકડ એકત્ર કરવાની અને તેને બેંકમાં જમા કરવાની સંપૂર્ણ જવાબદારી સ્ટેટ બેંક લેશે. મિશ્રાએ કહ્યું કે સ્ટેટ બેંકની ટીમે કર્મચારીઓની સંખ્યા વધારીને પોતાનું કામ શરૂ કરી દીધું છે અને દાનમાં મળેલી રોકડની ગણતરી દરરોજ બે શિફ્ટમાં કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો---AYODHYA RAM MANDIR : અયોધ્યા રામલલાના દર્શન માટે કરાઇ આ ખાસ વ્યવસ્થા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ayodhyaayodhya ram mandirayodhya ram templedonationsGujarat FirstNationalRam LalaShri Ram Janmabhoomi TrustState Bank of India
Next Article