Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ram Lalla: રામ મંદિર માટે કઈ વસ્તું ક્યાંથી આવી? જાણો સંપૂર્ણ વિગત

Ram Lalla: અયોધ્યામાં રામ લલ્લાના આગમનની સદીઓથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ગયો છે અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ગર્ભ ગૃહમાં પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘના સંચાલક મોહન ભાગવત,...
ram lalla  રામ મંદિર માટે કઈ વસ્તું ક્યાંથી આવી  જાણો સંપૂર્ણ વિગત
Advertisement

Ram Lalla: અયોધ્યામાં રામ લલ્લાના આગમનની સદીઓથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ગયો છે અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ગર્ભ ગૃહમાં પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘના સંચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બેઠા હતાં. પ્રધાનમંત્રી મોદી ચાંદીનું છતર લઈને રામ મંદિરમાં આવ્યા હતા.

હું ધરતી પરનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ: મૂર્તિકાર યોગીરાજ

નોંધનીય છે કે, રામ લલ્લાની મૂર્તિ પ્રખ્યાત મૂર્તિકાર યોગીરાજ અરૂણે બનાવી છે. આ ઐતિહાસિક દિવસને લઈને મૂર્તિકાર યોગીરાજ અરૂણે જણાવ્યું કે, મને એવું લાગી રહ્યા છે કે, ‘હું ધરતી પરનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે જાણે હું સપનાની દુનિયામાં છું.’ મૂર્તિકારની આ લાગણી ખરેખર ભાવવિભોર કરી દે તેવી છે. કારણ કે, તે વ્યક્તિએ એ મૂર્તિ બનાવી છે જેની સાથે તેનું નામ પણ અમર થઈ જવાનું છે.

Advertisement

Advertisement

દેશભરના લોકોએ ખરેખર દિલ ખોલીને દાન આપ્યું

દાન આ બાબતે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવએ કહ્યું છે કે દેશભરના લોકોએ ખરેખર દિલ ખોલીને દાન આપ્યું છે. દેશના દરેક ભાગ-ખુણામાંથી રામ માટે ઉપહારો આવ્યા છે. એક ઉદાહરણ આપતા કરતાં તેમણે કહ્યું કે મંદિર માટેનો ઘંટ કાસગંજથી આવ્યો હતો અને નીચે પડતી રાખ રાયબરેલીના ઉંચાહરથી આવી હતી. બેલાસ્ટ મધ્ય પ્રદેશના છત્તરપુરથી આવ્યા છે તો ગ્રેનાઈટ પથ્થર તેલંગણાથી આવ્યા છે. એટલું જ નહીં મંદિર માટે લાલ પથ્થર રાજસ્થાનના ભરતપુરથી આવ્યા છે. આ સાથે મંદિર માટે બનાવેલા દરવાજા અને બારીઓ માટેનું લાકડું મહારાષ્ટ્રથી આવ્યું છે. મહત્વની વાત તો એ છે કે, રામ મંદિરના દરવાજા પર સોના અને હિરાનું કામ મુંબઈના એક વ્યાપારીએ કર્યું છે.

આ પણ વાંચો: અયોધ્યામાં સૂર્યવંશી રાધવેન્દ્ર સરકારનો ઉદય, કરો દિવ્ય દર્શન

લાકડાનું કારીગરી કામ કન્યાકુમારીના કારીગરોએ કર્યું

મંદિરના પરિસરની વાત કરીએ તો ગરૂડની મૂર્તિ રાજસ્થાનના કલાકારે બનાવી છે. લાકડાનું કારીગરી કામ કન્યાકુમારીના કારીગરોએ કર્યું છે. આ સાથે ભગવાન રામના વસ્ત્રો દિલ્હીના યુવક મનીષ ત્રિપાઠીએ બનાવ્યા છે. આભૂષણોની વાત કરીએ તો લે લખનઉમાં બન્યા છે. આ રાજસ્થાનમાં કોતરવામાં આવ્યા હતા. દેશનો કોઈ ખૂણો એવો નથી જ્યાંથી રામ મંદિર માટે સમર્પણ ન થયું હોય.

Tags :
Advertisement

.

×