જગદગુરુ Rambhadracharya ની પ્રતિજ્ઞા, હું કોઇ કૃષ્ણ મંદિરમાં નહીં જાઉં....
- ચાર વર્તમાન જગદગુરુઓમાંથી એક રામભદ્રાચાર્યજીનું મહત્વનું નિવેદન
- જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ શ્રી કૃષ્ણ જન્મભૂમિની જમીન મુદ્દે નિર્ણય નહીં લે ત્યાં સુધી તેઓ કોઈ પણ કૃષ્ણ મંદિરમાં જઇને દર્શન નહી કરે
- મને વિશ્વાસ છે કે અમે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બહુ જલ્દી મેળવી લઈશું
Rambhadracharya : દેશમાં રામાનંદ સંપ્રદાયના ચાર વર્તમાન જગદગુરુઓમાંથી એક જગદગુરુ રામભદ્રાચાર્યજીએ (Rambhadracharya) કહ્યું છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ શ્રી કૃષ્ણ જન્મભૂમિની જમીન મુદ્દે નિર્ણય નહીં લે ત્યાં સુધી તેઓ કોઈ પણ કૃષ્ણ મંદિરમાં જઇને દર્શન નહી કરે ..જગદગુરુ રામભદ્રાચાર્યજી અત્યારે જયપુરમાં છે અને શહેરના વિદ્યાધર નગર સ્ટેડિયમમાં 9 દિવસની રામકથાનું પઠન કરી રહ્યા છે.
રામ કથામાં કરી જાહેરાત
રામકથાના પ્રથમ દિવસે હજારો ભક્તો સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે તે જયપુરમાં ગોવિંદ દેવજીના દર્શન કરવા માંગે છે પરંતુ જ્યાં સુધી મથુરા (યુપી)માં કૃષ્ણ જન્મભૂમિનો નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી તે કોઈ મંદિરમાં જઈને દર્શન કરશે નહીં. તેમની પ્રતિજ્ઞા બાદ સભામાં તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું.
ગલાતાના સિંહાસન પર પણ રામાનંદીનો વિજય પતાકા લહેરાશે
જગદગુરુ રામભદ્રાચાર્યજીએ પણ જયપુરની ગલતા પીઠ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે જયપુરની ગલતા ગદ્દી પર રામાનંદ સંપ્રદાયનો પણ અધિકાર છે. તેઓ માને છે કે તેમને આ અધિકાર ટૂંક સમયમાં મળી જશે. તેમણે કહ્યું કે તેઓ સારી રીતે જાણે છે કે ગલતા પીઠ પર કબજો કેવી રીતે કરવો. થોડી રાહ જુઓ. આગામી દિવસોમાં ગલાતાના સિંહાસન પર પણ રામાનંદીનો વિજય પતાકા લહેરાશે. તેમણે એમ પણ કહ્યું કે તેમને જયપુર સાથે જૂનો લગાવ છે. વીસ વર્ષ પહેલાં તેમણે જયપુરમાં કથા યોજી હતી.
આ પણ વાંચો---'તે ખૂબ જ મૂર્ખ છોકરો છે...' અભિનવ અરોરાના વાયરલ વીડિયો પર સ્વામી રામભદ્રાચાર્યએ આપી પ્રતિક્રિયા
જગદગુરુ રામભદ્રાચાર્યજી શ્રી રામ જન્મભૂમિ કેસમાં પક્ષકાર હતા
જગદગુરુ રામભદ્રાચાર્યજી શ્રી રામ જન્મભૂમિ કેસમાં પક્ષકાર હતા. તે કેસમાં તે મુખ્ય સાક્ષી પણ હતા અને રામજન્મભૂમિ સાથે જોડાયેલા ઘણા પુરાવાઓ પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યારે રામજન્મભૂમિને લઈને અંતિમ નિર્ણય આવ્યો ત્યારે રામભદ્રાચાર્યજીએ કહ્યું હતું કે 550 વર્ષનું કલંક હવે ખતમ થઈ ગયું છે. હવે રામજી તેમના જન્મસ્થળમાં નિવાસ કરશે. કોર્ટના નિર્ણય બાદ તેમણે એમ પણ કહ્યું હતું કે અમે શ્રી રામ જન્મભૂમિ લાવ્યા છીએ. મારામાં પણ એટલી જ પ્રતિભા છે કે અમે શ્રી કૃષ્ણની જન્મભૂમિ પણ લાવીશું. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં રામલલાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે.
મને વિશ્વાસ છે કે અમે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બહુ જલ્દી મેળવી લઈશું
પીઓકેને ટૂંક સમયમાં ભારતમાં સામેલ કરવામાં આવશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે પત્રકારે તેમને પૂછ્યું કે તમે તાજેતરમાં પાકિસ્તાનમાં જે કાશ્મીરનો હિસ્સો છે તેને પરત લાવવાની વાત કરી હતી. અને તેના માટે આહ્વહાન પણ કર્યું હતું તેના જવાબમાં રામભદ્રાચાર્યજીએ કહ્યું કે , 'આ માટે રાજનૈતિક આહ્વહાન તો કરી જ રહ્યા છીએ પણ સાથે કૂટનીતિક આહ્વાહન પણ કરી રહ્યા છીએ. જો કે અમે આધ્યાત્મિક લોકો હોવાથી આ માટે હનુમાનજીને મનાવી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે અમે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બહુ જલ્દી મેળવી લઈશું. મેં સમગ્ર ભારતને અને સનાતન ધર્મને અનુસરતા તમામ હિંદુઓને જોડાવા કહ્યું છે.
રામભદ્રાચાર્યજીકોણ છે?
રામભદ્રાચાર્યજી રામાનંદ સંપ્રદાયના ચાર જગદ્ગુરુઓમાંથી એક છે. તેઓ ધાર્મિક ઉપદેશક છે અને છેલ્લા 50 વર્ષથી શ્રી રામ કથાનું પઠન કરે છે. ઉપદેશ આપવાની સાથે, તેઓ એક ફિલોસોફર અને હિંદુ ધાર્મિક નેતા તરીકે પણ જાણીતા છે. તેઓ હિન્દી અને સંસ્કૃત સહિત ઘણી ભાષાઓના જાણકાર છે. તેમણે ચિત્રકૂટમાં જગદગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ યુનિવર્સિટીની સ્થાપના કરી અને ત્યાંના આજીવન ચાન્સેલર પણ છે. ચિત્રકૂટમાં તુલસીપીઠની સ્થાપનાનો શ્રેય પણ રામભદ્રાચાર્યને જાય છે. તેમણે કુલ ચાર મહાકાવ્યોની રચના કરી છે, બે સંસ્કૃતમાં અને બે હિન્દીમાં. વર્ષ 2015માં ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કર્યા છે.
આ પણ વાંચો----Jnanpith Award : ગીતકાર ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને મોટું સન્માન, મળશે 2023 નો જ્ઞાનપીઠ પુરસ્કાર