Ramvichar Netam: સીએમ,સ્પીકર સાંસદ પહોંચ્યા હોસ્પિટલ, માર્ગ દુર્ઘટનામાં ઘાયલ મંત્રીની સ્થિતિ ગંભીર
- પીકઅપ ગાડી સાથે અથડાયા બાદ મંત્રી થયા ગંભીર રીતે ઘાયલ
- અનેક વીઆઇપી નેતાઓ મંત્રીની ખબર પુછવા માટે પહોંચ્યા હોસ્પિટલ
- મગજ તથા હાથમાં ગંભીર ઇજાઓ થતા રામ વિચાર આઇસીયુમાં દાખલ
નવી દિલ્હી : છત્તીસગઢની સરકારમાં કેબિનેટ મંત્રી રામવિચાર નેતામ શુક્રવારે માર્ગ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેમને રાયપુરની રામકૃષ્ણ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ ગઁભીર છે. મંત્રી રામવિચાર નેતામના હાથ અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી છે. રામ વિચાર નેતામને જોવા માટે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય સહિત અનેક કેબિનેટ મંત્રી પહોંચ્યા હતા. રામ વિચાર નેતામને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
સીએમ અને વિધાનસભા અધ્યક્ષ પણ પહોંચ્યા
રામવિચાર નેતામે માર્ગ દુર્ઘટનામાં ઘાયલ થયા હોવાની માહિતી મળ્યા બાદ રાજ્ય સરકારના અનેક મંત્રી, સાંસદ અને ધારાસભ્ય તેમની ખબર પુછવા પહોંચ્યા. સીએમ વિષ્ણુદેવ સાયે હોસ્પિટલ પહોંચીને મંત્રીના સ્વાસ્થયની માહિતી મેળવી હતી. સીએમ બાદ વિધાનસભા અધ્યક્ષ રમનસિંહ પણ રામ વિચાર નેતામને જોવા માટે પહોંચ્યા હતા. આ ઉપરાંત મંત્રી શ્યામ બિહારી જાયસ્વાલ, ટંકરામ વર્મા, મંત્રી લક્ષ્મી રાજવાડે, સાંસદ ચિંતામણી મહારાજ, સીનિયર નેતા અજય ચંદ્રાકર સહિત અનેક નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા. હાલ તેમની સ્થિતિ અંગે ડોક્ટરોની તરફથી કોઇ હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી.
સીએમએ કહ્યું હવે કોઇ ખતરો નથી
સીએમ સાયે કહ્યું કે, મંત્રીમંડળમાં મારા સાથી રામ વિચાર નેતામ માર્ગ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેઓ રાજધાનીની રામકૃષ્ણ હોસ્પિટલ પહોંચીને તેમના સ્વાસ્થય અંગે માહિતી મેળવી અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. નેતામ જીએ પણ વાત થઇ. તેમના ડાબા હાથ અને માથામાં ગંભીર ઇજા પહોંચી છે. ચિંતાની કોઇ વાત નથી. તેઓ ઝડપથી રિકવર થઇ રહ્યા છે. ડોક્ટર સતત તેમના પર નજર રાખી રહ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે અને તેઓ ખતરાથી બહાર છે.
કઇ રીતે થઇ દુર્ઘટના
દુર્ઘટના તે સમયે થઇ જ્યારે મંત્રી રામ વિચાર નેતામ બોમેતરાથી રાયપુર પરત ફરી રહ્યા હતા. રાયપુર-બેમેતરા માર્ગ પર જેવરા ગામ નજીક મંત્રીની ગાડી એક પિકઅપ સાથે ટકરાઇ ગઇ હતી. દુર્ઘટના બાદ મંત્રી રામ વિચાર નેતામ બેહોશ થઇ ગયા હતા. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ તંત્રની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. સારી સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવીને તેમને રાયપુર લાવવામાં આવ્યા. ઘટના બાદ તંત્રની ટીમ ઘટના સ્થળ પર હાજર હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ અને તંત્રની ટીમ ઘટના સ્થળ પર હાજર છે. પોલીસની ટીમ ઘટનાની તપાસ કરી રહી છે. સ્થાનિક તંત્રએ ક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થા વધારે કડક કરી દીધી છે.


