ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભગવાન શ્રી રામનું પાત્ર ભજવવા રણબીર કપૂર કરી રહ્યો છે આ ખાસ તૈયારી

વર્ષ 2023 માં ઓમ રાઉતે આપણા મહાન ગ્રંથ રામાયણ ઉપર આદિપુરુષ નામની ફિલ્મ બનાવી હતી. પરંતુ ફિલ્મને એટલી ખરાબ રીતે બનાવવામાં આવી હતી કે તેની ખૂબ જ નિંદા કરવામાં આવી હતી. ફિલ્મની વાર્તા હોય, સંવાદ હોય, કલાકારોનો પહેરવેશ હોય કે...
09:18 PM Feb 07, 2024 IST | Harsh Bhatt
વર્ષ 2023 માં ઓમ રાઉતે આપણા મહાન ગ્રંથ રામાયણ ઉપર આદિપુરુષ નામની ફિલ્મ બનાવી હતી. પરંતુ ફિલ્મને એટલી ખરાબ રીતે બનાવવામાં આવી હતી કે તેની ખૂબ જ નિંદા કરવામાં આવી હતી. ફિલ્મની વાર્તા હોય, સંવાદ હોય, કલાકારોનો પહેરવેશ હોય કે...

વર્ષ 2023 માં ઓમ રાઉતે આપણા મહાન ગ્રંથ રામાયણ ઉપર આદિપુરુષ નામની ફિલ્મ બનાવી હતી. પરંતુ ફિલ્મને એટલી ખરાબ રીતે બનાવવામાં આવી હતી કે તેની ખૂબ જ નિંદા કરવામાં આવી હતી. ફિલ્મની વાર્તા હોય, સંવાદ હોય, કલાકારોનો પહેરવેશ હોય કે પછી ખરાબ VFX હોય તે ફિલ્મમાં બધુ જ અસ્ત વ્યસ્ત અને અયોગ્ય હતું. પરંતુ તેના બાદ દંગલ ફિલ્મના નિર્દેશક નિતેશ તિવારી દ્વારા રામાયણ ઉપર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રાપ્ત અહેવાલો અનુસાર નિતેશ તિવારીની આ ફિલ્મમાં ભગવાન શ્રી રામની ભૂમિકામાં રણબીર કપૂર, માં સીતાની ભૂમિકામાં સાઈ પલ્લવી અને રાવણની ભૂમિકામાં યશ પાત્ર ભજવવાના છે. વધુમાં ફિલ્મમાં લારા દત્તા અને શનિ દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં હશે તેવી પણ ચર્ચાઓ હાલ ચાલી રહી છે. ત્યારે હવે આ ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રણબીર કપૂર નિતેશ તિવારીના આ ડ્રીમ પ્રોજેક્ટ 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા ભજવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. નિતેશ તિવારીના ડેડિકેશનને જોઈને લાગે છે કે તે ઈચ્છે છે કે, રણબીર આ રોલ માટે દરેક રીતે પરફેક્ટ હોય. જ્યાં અગાઉ રણબીર કપૂરે ફિલ્મમાં પોતાના પાત્ર માટે નિષ્ઠાથી નોન-વેજ ખાવાનું અને દારૂ પીવાનું છોડી દીધું હતું, હવે અભિનેતા ડાયલોગ્સ માટે ખાસ તાલીમ લેવા જઈ રહ્યો છે.

ભગવાન શ્રી રામનું પાત્ર ભજવવા રણબીર કટિબદ્ધ 

જ્યારે વાત ભગવાન શ્રી રામના પાત્ર ભજવવાની હોય ત્યારે તેમાં સંવાદ અને પહેરવેશ ઘણા મહત્વના થઈ જતાં હોય છે. અહેવાલો મુજબ, ડાયલોગ્સ અને અવાજ સિવાય કોસ્ચ્યુમ અને લુક પર પણ ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જ્યારે રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા સારી રીતે ભજવવા માટે કલાકો સુધી ડાયલોગ્સની પ્રેક્ટિસ કરી રહ્યો છે અને તેની પ્રેક્ટિસનો વીડિયો ડિરેક્ટરને મોકલી રહ્યો છે. સૂત્રોએ એ પણ માહિતી આપી છે કે દિગ્દર્શક રણબીરને એવી રીતે તૈયાર કરવા માંગે છે કે તે ભૂતકાળમાં ભજવેલા પાત્રો કરતાં સાવ અલગ દેખાય.

આ પણ વાંચો -- રિતિક અને દીપિકાના KISSING SCENE થી ભડક્યા WING COMMANDER, મોકલી લીગલ નોટિસ

Tags :
AdipurushBollywoodnitesh tiwariRAMAYAN MOVIERanbir KapoorSAI PALLAVIShree RamSunny DeolYash
Next Article