ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rann Utsav 2025 : રણોત્સવમાં સહભાગી થવા ભુજ પહોંચ્યા CM ભૂપેન્દ્રભાઈ પટેલ, સફેદ રણની મુલાકાત લીધી

મુખ્યમંત્રી કચ્છ-ભુજની મુલાકાતે છે. રણોત્સવમાં સહભાગી થવા CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ભુજ પહોંચ્યા છે. મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના આગેવાનોએ ભુજ એરપોર્ટ પર સીએમનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રણોત્સવમાં વિવિધ સ્ટોલ, હસ્તકલા પ્રદર્શન નિહાળશે. સાંજે મુખ્યમંત્રીએ સફેદરણનો નજારો પણ નિહાળ્યો હતો. તેમણે કહ્યું કે, આજે પૂનમનો દિવસ છે. ગુરુ દત્તાત્રેયની જયંતી છે. ક્ચ્છનું રણ એ પ્રવાસનનું તોરણ છે.
10:42 PM Dec 04, 2025 IST | Vipul Sen
મુખ્યમંત્રી કચ્છ-ભુજની મુલાકાતે છે. રણોત્સવમાં સહભાગી થવા CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ભુજ પહોંચ્યા છે. મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના આગેવાનોએ ભુજ એરપોર્ટ પર સીએમનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રણોત્સવમાં વિવિધ સ્ટોલ, હસ્તકલા પ્રદર્શન નિહાળશે. સાંજે મુખ્યમંત્રીએ સફેદરણનો નજારો પણ નિહાળ્યો હતો. તેમણે કહ્યું કે, આજે પૂનમનો દિવસ છે. ગુરુ દત્તાત્રેયની જયંતી છે. ક્ચ્છનું રણ એ પ્રવાસનનું તોરણ છે.
CM_Gujarat_first
  1. કચ્છ ભુજ એરપોર્ટ પર CM ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત (Rann Utsav 2025)
  2. રણોત્સવમાં સહભાગી થવા ભુજ પહોંચ્યા CM ભૂપેન્દ્રભાઈ પટેલ
  3. ભુજ એરપોર્ટ પર ઉમળકાભેર કરાયું ભૂપેન્દ્રભાઈનું સ્વાગત
  4. ક્ચ્છનું રણ પ્રવાસનનું તોરણ છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

Kutch : રાજ્યનાં મુખ્યમંત્રી કચ્છ-ભુજની (Bhuj) મુલાકાતે છે. રણોત્સવમાં સહભાગી થવા CM ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) આજે ભુજ પહોંચ્યા છે. મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના આગેવાનોએ ભુજ એરપોર્ટ પર સીએમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કચ્છી શાલ ઓઢાડીને સંસ્કૃતિ મુજબ CM ને આવકાર આપવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રણોત્સવમાં વિવિધ સ્ટોલ, હસ્તકલા પ્રદર્શન નિહાળશે. સાંજે મુખ્યમંત્રીએ સફેદરણનો નજારો પણ નિહાળ્યો હતો. તેમણે કહ્યું કે, આજે પૂનમનો દિવસ છે. ગુરુ દત્તાત્રેયની જયંતી છે. ક્ચ્છનું રણ એ પ્રવાસનનું તોરણ છે.

આ પણ વાંચો - મેવાણીના ગઢમાં સંઘવી નો હુંકાર : “એક ફોન કરજો, અડધી રાત્રે આવીશ”

Rann Utsav 2025 માં સહભાગી થવા ભુજ પહોંચ્યા CM ભૂપેન્દ્રભાઈ પટેલ

રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રણોત્સવમાં (Rann Utsav 2025) સહભાગી થવા આજે ભુજ પહોંચ્યા. ધોરડો હેલિપેડ (Dhordo) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી ત્રિકમભાઇ છાગા, ધોરડો સરપંચ મિયા હુસૈન ગુલબેગ, મહામંત્રી ધવલ આચાર્ય સહિતનાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) ધોરડોમાં રંગારંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પહેલા તેમણે સફેદ રણની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં કહ્યું કે, આજે પૂનમનો દિવસ છે. ગુરુ દત્તાત્રેયની જયંતી છે.

આ પણ વાંચો - Vav-Tharad : ધરણીધર તાલુકામાં ઈઢાટા કેનાલ તૂટી; ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ

ધોરડો મોડેલ વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ક્ચ્છનું રણ પ્રવાસનનું તોરણ છે. આજે મોદીજીના વિઝનનાં કારણે જ આપણને રણોત્સવની ભેટ મળી છે. વડાપ્રધાન મોદીજીનું (PM Modi) વિઝન સાકાર થયું છે. ધોરડો મોડેલ વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે. અહીં, આર્થિક અને સામાજિક વિકાસ થયો છે. હસ્તકલા ક્ષેત્રે પણ વિકાસ થયો છે. સીએમએ કહ્યું કે, નર્મદાનાં પાણી કચ્છમાં પહોંચ્યા છે. ધોરડોમાં વિવિધ વિકાસનાં કાર્યોને હવે વધુ વેગ મળશે.

આ પણ વાંચો - “એકપણ વીજ કર્મચારીનો જીવ ના જવો જોઈએ”: ઋષિકેશ પટેલ નો ઝીરો અકસ્માત મહાસંકલ્પ

Tags :
BhujCM Bhupendrabhai PatelDhordoGUJARAT FIRST NEWSGuru Dattatreya JayantiKutchpm modiRann of KutchRann UtsavSafed RannTop Gujarati News
Next Article