Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar મનપાના અધિકારી ફાલ્ગુન શાહ સામે દુષ્કર્મની ફરિયાદ, 4 વર્ષથી હતાં સંપર્કમાં

Bhavnagar: ગુજરાતમાં અનેક ક્રાઈમની ઘટનાઓ બની રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આખા ભારતમાં ગુજરાત મહિલાઓ માટે ખુબ જ સુરક્ષિત માનવામાં આવે છે. અહીં મહિલાઓ રાત્રી સુધી પણ એકલી ફરી શકે છે. પરંતુ ક્યાક એવા બનાવો બનતા હોય...
bhavnagar મનપાના અધિકારી ફાલ્ગુન શાહ સામે દુષ્કર્મની ફરિયાદ  4 વર્ષથી હતાં સંપર્કમાં
Advertisement

Bhavnagar: ગુજરાતમાં અનેક ક્રાઈમની ઘટનાઓ બની રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આખા ભારતમાં ગુજરાત મહિલાઓ માટે ખુબ જ સુરક્ષિત માનવામાં આવે છે. અહીં મહિલાઓ રાત્રી સુધી પણ એકલી ફરી શકે છે. પરંતુ ક્યાક એવા બનાવો બનતા હોય છે. જે ગુજરાતની ગરીમાને નુકશાન કરે છે. આવો જ એક બનાવ ભાવનગરમાં બનવા પામ્યો છે. મળતી વિગતો પ્રમાણે ભાવનગર (Bhavnagar) મનપાના અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

એન્જિનિયર ફાલ્ગુન શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ

મળતી વિગતો પ્રમાણે, ભાવનગર (Bhavnagar) મનપાના એન્જિનિયર ફાલ્ગુન શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. એક મહિલાએ અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભાવનગર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. નોંધનીય છે કે, મહિલાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સામે આવતી વિગતો પ્રમાણે મનપાના અધિકારીએ મહિલાને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ થઈ છે. મહત્વની વાત એ છે કે, બંને પરણિત છે અને 4 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા.

Advertisement

છેલ્લા ચાર વર્ષથી એકબીજા સાથે સંબંધમાં

ચોંકાવનારી વાત એ છે કે, અધિકારી અને મહિલા બંને પરણિત છે અને છેલ્લા ચાર વર્ષથી એકબીજા સાથે સંબંધમાં હતા. પરંતુ અધિકારી ફાલ્ગુન શાહે આખરે લગ્નની ના પાડી દેતા મહિલાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જો કે, ફરિયાદ થયાના 24 કલાક બાદ પણ હજી કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોલીસે હજી એ વાતની ખાત્રી નથી આપી કે, આરોપી મનપાનો અધિકારી છે કે, બિલ્ડીંગ બનાવતો અન્જિનિયર છે. પોલીસે જણાવ્યું છે કે, ‘ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. આ ખુબ જ ગંભીપ આરોપ છે, અમે તપાસ કર્યા વગર કોઈના પર કાર્યવાહી ના કરી શકીએ.’

Advertisement

આ પણ વાંચો: Valsad: યુવતીએ પોતાના પુરૂષ મિત્ર માટે સગીરાને મિત્ર બનાવી ફસાવી, નરાધમે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: Paper leak નું એપી સેન્ટર બન્યું ગુજરાત? વધુ એક કૌભાંડમાં આવ્યું નામ

આ પણ વાંચો: Bharuch: આના કરતા તો ભૂખ્યા રહેવું સારુ! ક્યાંક દેડકો, ક્યાંક ઉંદર તો ક્યાંક નીકળે છે માખી

Tags :
Advertisement

.

×