ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડાકોરના કાળીયા ઠાકોરની રથયાત્રા આવતીકાલે યોજાશે, વાંચો કેમ..!

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા પર્વ ઉજવવામાં આવે છે. ઓડિશાના જગન્નાથપુરી અને અમદાવાદના જગન્નાથ મંદિર સહિત ગુજરાતના નાના-મોટા દરેક મંદિરોમાં આ દિવસે ભગવાનની રથયાત્રા નીકળતી હોય છે પરંતુ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પરંપરા મુજબ અષાઢી બીજ પછી પુષ્ય...
02:59 PM Jun 20, 2023 IST | Vipul Pandya
હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા પર્વ ઉજવવામાં આવે છે. ઓડિશાના જગન્નાથપુરી અને અમદાવાદના જગન્નાથ મંદિર સહિત ગુજરાતના નાના-મોટા દરેક મંદિરોમાં આ દિવસે ભગવાનની રથયાત્રા નીકળતી હોય છે પરંતુ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પરંપરા મુજબ અષાઢી બીજ પછી પુષ્ય...
હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા પર્વ ઉજવવામાં આવે છે. ઓડિશાના જગન્નાથપુરી અને અમદાવાદના જગન્નાથ મંદિર સહિત ગુજરાતના નાના-મોટા દરેક મંદિરોમાં આ દિવસે ભગવાનની રથયાત્રા નીકળતી હોય છે પરંતુ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પરંપરા મુજબ અષાઢી બીજ પછી પુષ્ય નક્ષત્ર આવતું હોય તે દિવસે રથયાત્રા નીકળતી હોય છે જ્યારે આ વર્ષે પુષ્ય નક્ષત્ર અષાઢી બીજ એટલે કે 21 જૂનના દિવસે હોય ભગવાન રાજા રણછોડની રથયાત્રા 21 જૂનના દિવસે નીકળશે.
21 જુને ડાકોરમાં રથયાત્રા નીકળશે
સૌથી જૂની રથયાત્રા ડાકોરની ગણવામાં આવે છે. અમદાવાદની રથયાત્રા 20 જૂન એટલે કે અષાઢી બીજના દિવસે નીકળી છે પરંતુ પુષ્ય નક્ષત્ર ત્રીજના દિવસે હોય 21 જુને ડાકોરમાં રથયાત્રા નીકળશે. ડાકોર મંદિરના સેવક તીર્થ પંડ્યાએ જણાવ્યું કે  આઠ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભક્તો જોડાશે. આ રથયાત્રા સવારે 9:00 વાગે નિજ મંદિરમાંથી નીકળી સૌપ્રથમ લાલબાગ, રાધા કુંડ, માખણીયા આરે, ગાયો ના વાડે, રણછોડપુરા, કેવડેશ્વર મહાદેવ, લક્ષ્મીજી મંદિર થઈ સાંજે સાત વાગ્યાના અરસામાં નિજ મંદિરમાં પહોંચશે નિજ મંદિરમાં પહોંચ્યા રાજા રણછોડ ના બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજની નજર ઉતારવામાં આવશે આરતી કરી ગોપાલ લાલજી મહારાજને પરત નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે
ગોપાલ લાલજી મહારાજ અલગ અલગ સવારીમાં બિરાજમાન થશે
સમગ્ર રથયાત્રા દરમિયાન ગોપાલ લાલજી મહારાજ અલગ અલગ સવારીમાં બિરાજમાન થશે જેમાં એક ચાંદીનો રથ એક લાકડાનો રથ અને એક હાથીદાંત થી બનેલા રથનો ઉપયોગ કરવામાં આવશે સાથે સાથે પાલખી અને ભગવાનની સોનાની ખુરશી નો પણ ઉપયોગ કરવામાં આવશે. પરંપરા પ્રમાણે વર્ષોથી આ રથયાત્રા દરમિયાન હાથીની પણ સવારી નીકળતી હતી પરંતુ  છેલ્લા ઘણા સમયથી હાથીની સવારીના વૈભવ થી ભગવાન વંચિત રહે છે  જેથી ભક્તોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળે છે.
આ પણ વાંચો----RATHYATRA 2023 : રથયાત્રાને લઈને તંત્ર એલર્ટ, CM અને ગૃહ રાજ્યમંત્રીએ વિસ્તૃત જાણકારી મેળવી
Tags :
DakorRath YatraRathayatrarathayatra 2023
Next Article