ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rathyatra 2025: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો આરંભ, CM Bhupendra Patel એ કરી પહિંદવિધિ

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળશે
07:31 AM Jun 27, 2025 IST | SANJAY
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળશે
Rathyatra 2025, 148th Rath Yatra, Lord Jagannath, CM Bhupendra Patel, PahindVidhi Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Rathyatra 2025: અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળશે. ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા છે ત્યાર બાદ દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસ એટલે કે, આજે યોજાઈ રહી છે. આજે ભગવાન પોતે ભક્તોની સ્થિતિ જાણવા નિકળશે. 1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ધાર્મિક ઓળખ છે.

ભગવાન હવે નગરચર્યા પર જઈ રહ્યાં છે

ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત પહિંદ વિધિ કર્યા પછી થાય છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલ ભગવાન જગન્નાથની પૂજા કરી છે. જે બાદ તેમણે પહિંદ વિધિ કરી છે. જેમાં સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને મુખ્યમંત્રીએ ભગવાનના રથનો દોરડો ખેચ્યો છે. ભગવાન હવે નગરચર્યા પર જઈ રહ્યાં છે.

જાણો શું છે પહિંદ વિધિ

જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહત્વ છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે. તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરાઈ હતી.

ભગવાન શ્રીકૃષ્ણ કેમ જગન્નાથ કહેવાયા

કહેવાય છે કે સતયુગમાં ઈન્દ્રદ્યુમન નામનો ચક્રવર્તી રાજા ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે ભગવાન વિષ્ણુનું તપ કરવા માટે નિલાંચલ પર્વત પર જાય છે, પરંતુ ભગવાન વિષ્ણુની મૂર્તિ ત્યાંથી સ્વર્ગમાં લઈ જવાઈ હતી. આ વાતથી રાજા ખૂબ નિરાશ થાય છે અને તે સમયે સ્વર્ગમાંથી આકાશવાણી થાય છે કે ભગવાન પથ્થર અથવા કાષ્ઠ સ્વરૂપે ફરી પાછા આવશે અને તેમનું નામ જગન્નાથ રહેશે. આ રીતે ભગવાન તેમના ભક્તોને ખુશ કરવા માટે કાષ્ઠની મૂર્તિના સ્વરૂપમાં અવતરિત થાય છે. માન્યતા છે કે રથ ખેંચવા માટે ઉપયોગમાં લેવાતા દોરડા અથવા રથના સ્પર્શ માત્રથી પવિત્ર કર્મોનું ફળ મળે છે. અષાઢી બીજના દિવસે વિષ્ણુસહસ્રનો પાઠ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચો: LIVE: 148th Rath Yatra: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા

 

Tags :
148th Rath YatraCM Bhupendra PatelGujarat FirstGujarati NewsGujarati Top NewsLord JagannathPahindVidhi Gujarat Newsrathyatra 2025Top Gujarati News
Next Article