ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gram Panchayats Election : કચ્છના અંજારની રતનાલ ગ્રા.પં. ચૂંટણી પરિણામની ચારેકોર ચર્ચા!

આ પૈકીની એક કચ્છ જિલ્લાના (Kutch) અંજાર તાલુકાની (Anjar) રતનાલ ગ્રામ પંચાયત છે, જેના પરિણામે પણ ચારેકોર ચર્ચા જગાવી છે.
08:44 PM Jun 25, 2025 IST | Vipul Sen
આ પૈકીની એક કચ્છ જિલ્લાના (Kutch) અંજાર તાલુકાની (Anjar) રતનાલ ગ્રામ પંચાયત છે, જેના પરિણામે પણ ચારેકોર ચર્ચા જગાવી છે.
Aravalli_Gujarat_first 2
  1. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની રતનાલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામ
  2. સરપંચ પદે સરીયાબેન ત્રિકમભાઈ વરચંદ 155 મતે વિજેતા થયા
  3. પૂર્વ મંત્રી વાસણભાઇ આહિરના પુત્ર ત્રિકમભાઈ આહીરની કારમી હાર
  4. અરવલ્લીમાં જીતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ હાર્યા

Gram Panchayats Election : રાજ્યભરમાં આજે 3895 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામ જાહેર થયા છે, જેમાં કેટલીક ગ્રામ પંચાયતોનાં પરિણામ ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારા રહ્યા છે. આ પૈકીની એક કચ્છ જિલ્લાના (Kutch) અંજાર તાલુકાની (Anjar) રતનાલ ગ્રામ પંચાયત છે, જેના પરિણામે પણ ચારેકોર ચર્ચા જગાવી છે. રતનાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પૂર્વ મંત્રી વાસણભાઇ આહિરના (Vasanbhai Ahir) પુત્ર ત્રિકમભાઈ આહીરનો પરાજય થયો છે.

આ પણ વાંચો - Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, વાંચો વિગત

પૂર્વ મંત્રી વાસણભાઇ આહિરના પુત્ર ત્રિકમભાઈ આહીર હાર્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના (Kutch) અંજાર તાલુકાની રતનાલ ગ્રામ પંચાયતની ચૂંટણી (Ratnal Gram Panchayat Election) પરિણામે મોટો અપસેટ સર્જ્યો છે. અહીં, પૂર્વ મંત્રી વાસણભાઇ આહિરના પુત્ર ત્રિકમભાઈ આહીર (Trikambhai Ahir) પણ સરપંચ પદ માટે ચૂંટણી મેદાને હતા. પરંતુ, આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. ત્રિકમભાઈ આહીરની અન્ય ઉમેદવાર સરીયાબેન ત્રિકમભાઈ વરચંદ (Sariaben Trikambhai Varchand) સામે કારમી હાર થઈ છે. સરીયાબેન વરચંદ 155 મતે વિજેતા જાહેર થયા છે. આ પરિણામે કચ્છનાં રાજકીય બેડામાં ભારે હલચલ મચાવી છે.

આ પણ વાંચો - Aravalli Gram Panchayats Election : રાજ્ય સરકારમાં મંત્રીના પુત્રની 500 થી વધુ મતથી થઈ હાર

ચૂંટણીમાં કિરણસિંહ પરમાર 500 થી વધુ મતે હાર્યા

જણાવી દઈએ કે, આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુ એક મંત્રી પુત્રની હાર થઈ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની જીતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં (Aravalli Gram Panchayats Election) ચોંકાવનારા પરિણામ આવ્યા છે. ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહનો આ ચૂંટણીમાં પરાજય થયો છે. કિરણસિંહ પરમારની 500 થી વધુ મતે હાર થઈ છે. કિરણસિંહ પરમારની સામે ચૂંટણી મેદાને ઉતરેલા મંગલસિંહ પરમારનો (Mangalsinh Parmar) વિજય થયો છે. મંગલસિંહ પરમારની અંદાજિત 527 વોટથી જીત થઈ છે.

આ પણ વાંચો - Rath Yatra 2025 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન, હર્ષભાઈ સંઘવીએ ભગવાન જગન્નાથની ઉતારી આરતી

Tags :
AnjarGram Panchayats Election ResultGUJARAT FIRST NEWSGujarat Gram Panchayats ElectionGujarat Gram Panchayats Election ResultKutchRatnal Gram PanchayatSariaben Trikambhai VarchandTop Gujarati NewTrikambhai AhirVasanbhai Ahir
Next Article