ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RBI નાં સોનાનાં ભંડારમાં આટલા ટનનો થયો બમ્પર વધારો

RBIના સોનાના ભંડારની આપી માહિતી સોનાના ભંડારમાં 102 ટનનો વધારો કર્યો કુલ સ્ટોક વધીને 854.73 ટન થયો છે RBI:રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં સ્થાનિક સ્તરે સોનાના ભંડારમાં 102 ટનનો વધારો કર્યો છે. મંગળવારે જાહેર કરાયેલા આંકડા...
10:48 PM Oct 29, 2024 IST | Hiren Dave
RBIના સોનાના ભંડારની આપી માહિતી સોનાના ભંડારમાં 102 ટનનો વધારો કર્યો કુલ સ્ટોક વધીને 854.73 ટન થયો છે RBI:રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં સ્થાનિક સ્તરે સોનાના ભંડારમાં 102 ટનનો વધારો કર્યો છે. મંગળવારે જાહેર કરાયેલા આંકડા...
gold in foreign vaults

RBI:રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં સ્થાનિક સ્તરે સોનાના ભંડારમાં 102 ટનનો વધારો કર્યો છે. મંગળવારે જાહેર કરાયેલા આંકડા પરથી આ માહિતી મળી છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં સ્થાનિક તિજોરીઓમાં સોનાનો (india gold reserve)કુલ જથ્થો 510.46 ટન હતો. આ જથ્થો 31 માર્ચ, 2024 સુધી રાખવામાં આવેલા 408 ટન સોના કરતાં વધુ છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વના મેનેજમેન્ટ પર જાહેર કરવામાં આવેલા અર્ધવાર્ષિક અહેવાલ મુજબ, રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં સોનાના ભંડારમાં 32 ટનનો વધારો કર્યો છે. આ સાથે કુલ સ્ટોક વધીને 854.73 ટન થયો છે.

બ્રિટનથી 100 ટન સોનું પરત આવ્યું

છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત ધીમે ધીમે તેના સોનાના ભંડારને સ્થાનિક તિજોરીઓમાં ખસેડી રહ્યું છે. નાણાકીય વર્ષ 2023-24માં તેણે બ્રિટનમાંથી 100 ટનથી વધુ સોનું સ્થાનિક સ્થળોએ ટ્રાન્સફર કર્યું હતું. આ 1991 પછી સોનાની સૌથી મોટી હિલચાલ હતી. 1991માં વિદેશી હૂંડિયામણની કટોકટીનો સામનો કરવા માટે ભારતે તેના સોનાના ભંડારનો મોટો હિસ્સો ગીરવે મૂકવો પડ્યો હતો. આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (બીઆઈએસ) પાસે 324.01 ટન સોનું સુરક્ષિત રાખવામાં આવ્યું હતું અને 20.26 ટન સોનું ગોલ્ડ ડિપોઝિટ તરીકે રાખવામાં આવ્યું હતું. મેના અંતમાં જ, સૂત્રોએ સંકેત આપ્યો હતો કે માનક સમીક્ષા પ્રક્રિયાઓ અનુસાર વિદેશમાં સોનાના ભંડારને ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ  વાંચો -ધનતેરસમાં આ શેરે લગાવી મોટી છલાંગ,MRF નો પણ તોડ્યો રેકોર્ડ!

ભારતના મંદિરોમાં અપાર સોનું છે

ભારતના મંદિરોમાં અમેરિકન સરકારની તિજોરી કરતાં ત્રણ ગણું વધુ સોનું રાખવામાં આવ્યું છે. પદ્મનાભ સ્વામી મંદિર, તિરુપતિ બાલાજી મંદિર, જગન્નાથ મંદિર, વૈષ્ણો દેવી મંદિર જેવા મંદિરોમાં 4000 ટનથી વધુ સોનું રાખવામાં આવ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આ આંકડા આપ્યા છે. ભારતીયો સોનાને એટલો પ્રેમ કરે છે કે અમે 25 હજાર ટનથી વધુ સોનું બચાવી લીધું છે.

આ પણ  વાંચો -Gold Price:ધનતેરસના પહેલા સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો નવો ભાવ

વિદેશમાં સોનું રાખવાના ફાયદા

માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વની બેંકો બેંક ઓફ ઈંગ્લેન્ડમાં સોનું રાખે છે. આઝાદી પહેલાના દિવસોથી જ બેંક ઓફ ઈંગ્લેન્ડની પાસે ભારતના સોનાનો કેટલોક સ્ટોક પડ્યો છે. રિઝર્વ બેંકે થોડા વર્ષો પહેલા સોનાની ખરીદી શરૂ કરી હતી. આ વાતની સમીક્ષા થઈ રહી છે કે તેને ક્યાં રાખવાનું છે.

Tags :
90 ton steel cylinder vaultDhanteras 2024gold in foreign vaultsGold Pricegold storage america britaingold.rateindia gold reserve
Next Article