Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RCB vs CSK : જાડેજા-આયુષની તોફાની બેટીંગ કામ ન આવી, RCB એ 2 રનથી મેચ જીતી

IPL 2025 ની 52મી મેચમાં, RCB એ ચેન્નાઈને 2 રને હરાવ્યું. RCB એ ચેન્નાઈ સુપર કિંગ્સને 213 રનનો સ્કોર આપ્યો હતો. ચેન્નઈ ફક્ત 211 રન બનાવી શક્યું.
rcb vs csk   જાડેજા આયુષની તોફાની બેટીંગ કામ ન આવી  rcb એ 2 રનથી મેચ જીતી
Advertisement
  • બેંગ્લોરે ચેન્નાઈને 2 રને હરાવ્યું
  • ચેન્નાઈ બદલો લઈ શક્યું નહીં
  • RCB 16 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 52મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) એક રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 2 રને હરાવ્યું. આ જીત સાથે, RCB હવે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, RCB ટીમે 213 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વિરાટ કોહલી અને શેફર્ડે તોફાની અર્ધી સદી ફટકારી. શેફર્ડે માત્ર 14 બોલમાં ફિફ્ટી ફટકારી. જવાબમાં, CSK 20 ઓવરમાં ફક્ત 211 રન બનાવી શક્યું.

Advertisement

આવી હતી ચેન્નાઈની બેટીંગ

214 રનના લક્ષ્યાંકના જવાબમાં, સીએસકેની શરૂઆત સારી રહી. આયુષ મ્હાત્રે અને રાશિદે સારી શરૂઆત આપી હતી. પરંતુ 5મી ઓવરમાં, CSK ને 51 ના સ્કોર પર પહેલો આંચકો લાગ્યો જ્યારે રશીદ 14 રન બનાવીને આઉટ થયો. છઠ્ઠી ઓવરમાં, સેમ કુરન પણ 5 રન બનાવીને આઉટ થયો. પરંતુ આ પછી આયુષ મ્હાત્રેએ બાજી સંભાળી અને 25 બોલમાં ફિફ્ટી ફટકારી. તે જ સમયે, રવિન્દ્ર જાડેજાએ પણ તેમને ટેકો આપ્યો. બંને વચ્ચે સદીની ભાગીદારી પણ થઈ હતી. જાડેજાએ પણ 29 બોલમાં અડધી સદી ફટકારી. આ પછી બંને તરફથી જબરદસ્ત બેટિંગ થઈ. બંને વચ્ચે ૧૧૪ રનની ભાગીદારી થઈ. પરંતુ 17મી ઓવરમાં આયુષની વિકેટ પડી ગઈ. આયુષે 94 રનની ઇનિંગ રમી. આયુષે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા.

Advertisement

આ પછી બ્રેવિસ બીજા જ બોલ પર આઉટ થઈ ગયો. ધોની બેટિંગ કરવા આવ્યો. પરંતુ છેલ્લી ઓવરમાં ધોની પણ ૧૨ રન બનાવીને આઉટ થઈ ગયો. છેલ્લી ઓવરમાં CSK ને 15 રનની જરૂર હતી. પણ ધોની આઉટ થઈ ગયો. ધોની આઉટ થયા પછી, CSK ને 3 બોલમાં 13 રનની જરૂર હતી. શિવમ દુબેએ પણ નો બોલ પર સિક્સર ફટકારી. પરંતુ છેલ્લા બોલ પર, CSK ને જીતવા માટે 4 રનની જરૂર હતી. પરંતુ CSK તેમાં સફળ થઈ શક્યું નહીં. આ રીતે RCB એ મેચ 2 રનથી જીતી લીધી. આ જીત સાથે, RCB હવે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. જોકે, જાડેજા અણનમ રહ્યો. જાડેજાએ 45 બોલમાં 77 રનની ઇનિંગ રમી.

RCB ની બેટીંગ કેવી રહી

પહેલા બેટિંગ કરવા આવતા, RCB ની શરૂઆત શાનદાર રહી. વિરાટ કોહલી અને બેથેલ બંનેએ તોફાની બેટિંગ કરી. કોહલી અને બેથેલે દરેક બોલરને નિશાન બનાવ્યા. આરસીબીને પહેલો ઝટકો 10મી ઓવરમાં લાગ્યો જ્યારે બેથેલ તોફાની ફિફ્ટી ફટકાર્યા બાદ આઉટ થયો. બેથેલે 33 બોલમાં 55 રન બનાવ્યા. પરંતુ આ પછી, વિરાટ કોહલીએ બાજી સંભાળી અને 28 બોલમાં અડધી સદી ફટકારી. પરંતુ સેમ કુરન 12મી ઓવરમાં તેની વિકેટ લઈ ગયો. કોહલીએ 33 બોલમાં 62 રનની ઇનિંગ રમી. આ પછી, દેવદત્ત પડિકલ પણ 16મી ઓવરમાં આઉટ થઈ ગયો. તેણે 17 રન બનાવ્યા. આ પછી, રજત પાટીદાર પણ 18મી ઓવરમાં આઉટ થઈ ગયો. રજતના બેટમાંથી ફક્ત 11 રન જ આવ્યા. આ પછી, શેફર્ડે ખલીલની 19મી ઓવરમાં 33 રન ફટકાર્યા. શેફર્ડે ૧૪ બોલમાં ૫૩ રનની તોફાની ઇનિંગ રમી. તેના આધારે, RCB એ ચેન્નાઈને જીતવા માટે 214 રનનો લક્ષ્યાંક આપ્યો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઈંગ ઈલેવન): જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, લુંગી એનગીડી, યશ દયાલ.

આ પણ વાંચોઃ Shubman Gill's run-out controversy : મેદાનમાં અમ્પાયર સાથે ઝઘડ્યો ગિલ, જાણો શું કારણ

ચેન્નાઈ સુપર કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): શેખ રશીદ, આયુષ મ્હાત્રે, સેમ કુરન, રવિન્દ્ર જાડેજા, દેવાલ્ડ બ્રેવિસ, દીપક હુડા, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), નૂર અહેમદ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, મથિશા પથિરાના.

આ પણ વાંચોઃ RCB VS CSK : CSK એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો

Tags :
Advertisement

.

×