Recruitment : આરોગ્ય વિભાગમાં સૌથી મોટી ભરતી! 2 હજારથી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત, વાંચો વિગત
- આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર (Recruitment)
- GPSC દ્વારા આરોગ્ય વિભાગની ભરતીની જાહેરાત કરાઈ
- 2000 કરતાં વધુ જગ્યા પર ભરતીઓ કરાશે
રાજ્યનાં આરોગ્ય વિભાગની (Health Department) સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GPSC દ્વારા આરોગ્ય વિભાગની 2000 કરતાં વધુ જગ્યા પર ભરતીની (Recruitment) જાહેરાત કરાઈ છે. આ ભરતીમાં તબીબી અધિકારી વર્ગ-2 ની 1506 જગ્યા, જનરલ સર્જન તજજ્ઞની 200, ફિઝિશિયન તજજ્ઞની 227, ગાયનેકોલોજિસ્ટની (Gynecologist) 273 અને વીમા તબીબી અધિકારીને 147 જગ્યા પર ભરતી સામેલ છે.
આ પણ વાંચો - Maharahtra માં રાજનાથ સિંહે ગુજરાતના ગૃહમંત્રીની કરી પ્રસંશા, Video Viral
GPSC દ્વારા આરોગ્ય વિભાગમાં 2804 જગ્યાની ભરતી જાહેર | GujaratFirst #GPSCRecruitment #HealthDepartmentJobs #MedicalOfficerJobs #JobAlert #GovernmentJobs #GujaratFirst pic.twitter.com/dOt2EozOG6
— Gujarat First (@GujaratFirst) November 20, 2024
2 હજાર કરતાં વધુ જગ્યાઓ પર ભરતીઓ થશે
સરકારી ભરતીની તૈયારી કરી રહેલા લોકો માટે મહત્ત્વનાં સમાચાર છે. રાજ્યનાં આરોગ્ય વિભાગની (Health Department) સૌથી મોટી ભરતીની જાહેરાત ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા કરવામાં આવી છે. જાહેરાત મુજબ, 2000 કરતાં વધુ જગ્યા પર આરોગ્ય વિભાગમાં ભરતી કરાશે. આ ભરતીઓમાં તબીબી અધિકારી વર્ગ-2 ની 1506 જગ્યા પર ભરતીની જાહેરાત કરાઈ છે. જ્યારે જનરલ સર્જન તજજ્ઞની (General Surgeon Specialist) 200 જગ્યા પર ભરતી કરાશે.
આ પણ વાંચો - Gujrat Politics નાં 'બાપુ' શંકરસિંહ વાઘેલા ફરી એકવાર નવી પાર્ટી સાથે કરશે Entry!
ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યા પર ભરતી
આ ઉપરાંત, ફિઝિશિયન તજજ્ઞની 227 જગ્યા અને ગાયનેકોલોજિસ્ટની (Gynecologist) 273 જગ્યા પર ભરતી કરાશે. આ સિવાય વીમા તબીબી (Insurance Medical) અધિકારીની 147 જગ્યા પર ભરતી કરાશે. માહિતી અનુસાર, જીપીએસસી દ્વારા આ માટેનો વિસ્તૃત કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો - Junagadh : ગાદી માટે વિવાદ વકર્યો! બ્રહ્મલિન તનસુખગીરી બાપુના પરિજનોની ચીમકી!