ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સાચવજો...આજથી રાજ્યમાં 2 દિવસ ખુબ ભારે...

Red alert : આજથી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને જોતાં સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ (Red alert ) જાહેર કરાયું છે. હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહે તેવી...
08:02 AM Jul 16, 2024 IST | Vipul Pandya
Red alert : આજથી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને જોતાં સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ (Red alert ) જાહેર કરાયું છે. હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહે તેવી...
forecast of heavy rains

Red alert : આજથી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને જોતાં સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ (Red alert ) જાહેર કરાયું છે. હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઇ છે.

રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે વરસાદને લઈ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી કરાઇ છે તો સાથે અમદાવાદ સહિત તાપી, ડાંગ, અમરેલીમાં વરસાદ પડી શકે છે. ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ
તથા આણંદ, વડોદરા, સાબરકાંઠામાં પણ અતિભારે વરસાદ ખાબકી શકે છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આગામી બે દિવસ ગુજરાત માટે અતિભારે

આગામી બે દિવસ ગુજરાત માટે અતિભારે છે. આજે ઉત્તર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે
ઑફોશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના કહેવા મુજબ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઇ છે જ્યારે અમદાવાદ સહીત તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

ઉપરાંત આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, અને દાહોદમાં પણ આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે તો રાજ્યના બાકીના જિલ્લાઓમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઇ છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે.

આ પણ વાંચો---- Rain in Ahmedabad : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર, શહેરીજનોની આતુરતાનો આવ્યો અંત!

આ પણ વાંચો---- Bhuj માં 20 મિનિટ ખાબકેલા વરસાદથી પાણી-પાણી, બસ સ્ટેશન રોડ પર ફરી પાણી ભરાયા

Tags :
AlertforecastGujaratheavy rainMeteorological DepartmentMonsoonMONSOON 2024Red AlertWeatherWeather Alert
Next Article