ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'ભારત સાથે સંબંધ અમૂલ્ય', PM MODI સાથે મુલાકાત બાદ અમેરિકી રાજદૂત સર્જિયો ગોરનું નિવેદન

PM MODI : અમેરિકા સાથેના સંબંધોને દૂરસ્ત કરવા માટે ભારત તરફથી તમામ રીતની કોશિશ કરવામાં આવી રહી છે, હાલમાં ભારત આવેલા અમેરિકન રાજદૂત સાથે પીએમ મોદી સાથે મહત્વરપૂર્ણ મુદ્દાઓને લઈને બેઠક કરી હતી. આ બેઠકમાં એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને વાતચીત થઈ છે
11:27 PM Oct 11, 2025 IST | Mujahid Tunvar
PM MODI : અમેરિકા સાથેના સંબંધોને દૂરસ્ત કરવા માટે ભારત તરફથી તમામ રીતની કોશિશ કરવામાં આવી રહી છે, હાલમાં ભારત આવેલા અમેરિકન રાજદૂત સાથે પીએમ મોદી સાથે મહત્વરપૂર્ણ મુદ્દાઓને લઈને બેઠક કરી હતી. આ બેઠકમાં એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને વાતચીત થઈ છે

નવી દિલ્હી : અમેરિકા ભારત સાથેના તેના સંબંધોને અત્યંત મહત્વના ગણે છે. એટલું જ નહીં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર ( PM MODI ) મોદીને એક મહાન નેતા અને વ્યક્તિગત મિત્ર માને છે. આ વાત ભારતમાં અમેરિકાના નવનિયુક્ત રાજદૂત સર્જિયો ગોરે વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ કહી છે. બંને વચ્ચે સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને મહત્વના ખનિજોના ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા થઈ હતી.

બીજી તરફ મોદીએ જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે ગોરના કાર્યકાળ દરમિયાન ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત થશે. મોદી સાથે મળતા પહેલા ગોરે વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે ચર્ચા કરી હતી. ગોર શનિવારે સવારે જ દિલ્હી પહોંચ્યા હતા.

આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકામાં ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદવા સહિત ભારતીય હિતો પર નકારાત્મક અસર કરતા પગલાં લેવાયા બાદ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ વધ્યો છે.

આ પણ વાંચો- તાલિબાનની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોના ‘પ્રવેશ પ્રતિબંધ’ પર લેખિકા તસ્લીમા નસરીએ આપી તીવ્ર પ્રતિક્રિયા

ભારત-અમેરિકા રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરશે

પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું, "ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે નિયુક્ત થયેલા સર્જિયો ગોરનું સ્વાગત કરતાં આનંદ થાય છે. મને વિશ્વાસ છે કે તેમનો કાર્યકાળ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરશે."

ગોરે કહ્યું, "વડાપ્રધાન મોદી સાથેની અમારી બેઠક શાનદાર રહી. અમે ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે. અમે મહત્વના ખનિજોના મહત્વ અને અમારા બંને દેશો માટે તેની જરૂરિયાત પર પણ વાત કરી."

મહત્વના ખનિજો પર ચર્ચાનું મહત્વ

બંને પક્ષો વચ્ચે મહત્વના ખનિજો પર ચર્ચાનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણ કે ચીને આ પર નિકાસ પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકી રાજદૂતે કહ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ મોદીને એક મહાન નેતા અને વ્યક્તિગત મિત્ર માને છે. મારા નવી દિલ્હી જવા રવાના થતાં પહેલાં તેમની વચ્ચે ફોન પર પણ વાતચીત થઈ હતી. મને વિશ્વાસ છે કે ભારત-અમેરિકા સંબંધો વધતા રહેશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના રાજદૂત તરીકે ભારતમાં સેવા આપવી મારા માટે સન્માનની વાત છે અને હું આ અત્યંત મહત્વના સંબંધની રાહ જોઈ રહ્યો છું."

ભારત-અમેરિકા સંબંધો પર ચર્ચા

વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું કે ગોર સાથેની ચર્ચા ભારત-અમેરિકા સંબંધો અને તેના વૈશ્વિક મહત્વ પર કેન્દ્રિત હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "તેમણે ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારી અને સહિયારી પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી."

ઉલ્લેખનીય છે કે ગોર, જે વ્હાઇટ હાઉસના કર્મચારીઓના નિયામક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી છે, તેમને ઓગસ્ટમાં ભારત માટે આગામી અમેરિકી રાજદૂત તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. આ સપ્તાહે અમેરિકી સેનેટે તેમની નિયુક્તિની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો- અમેરિકાના મિસિસિપીની સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 4 લોકોના મોત, 12થી વધુ ઘાયલ

Tags :
#ImportantMinerals#NarendraModiDonaldTrump#SergioGoreAmbassadorIndiaUSRelationsStrategicPartnership
Next Article