ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Republic Day 2025: ગુજરાત ટેબ્લોના કલાકારોએ 'પીએમ એટ હોમ' કાર્યક્રમ અંતર્ગત લીધી PM નિવાસસ્થાનની મુલાકાત

ગુજરાતને વિજેતા બનાવવામાં આપનું યોગદાન આપો
12:12 PM Jan 26, 2025 IST | SANJAY
ગુજરાતને વિજેતા બનાવવામાં આપનું યોગદાન આપો
PM Modi Gujarat @ Gujarat First

Republic Day 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'પીએમ એટ હોમ' કાર્યક્રમ અંતર્ગત તા.24 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતના ટેબ્લો કલાકારો સહીત એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિજાતિ મહેમાનો સાથે મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરી હતી. તા.24 જાન્યુઆરી, 2025ના રોજ વહેલી સવારે લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને પ્રજાસત્તાક દિવસની પરેડના ભાગરૂપે વડાપ્રધાન મોદી ગુજરાતના ટેબ્લો કલાકારો અને અધિકારોની મુલાકાત લેવાની સાથે અન્ય રાજ્યોના કલાકારો સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ સાધ્યો હતો. આ સંવાદ બાદ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિવિધતાને પ્રદર્શિત કરતા જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ તબક્કે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય લેબર અને એમ્પ્લોયમેન્ટ મંત્રી ડો.મનસુખ મંડાવિયા, કેન્દ્રીય આદિજાતિ વિકાસ મંત્રી જેઑલ ઓરમ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિતના ગણમાન્ય અથિતિઓની ઉપસ્થતિ રહી હતી.

દેશની રાજધાની નવી દિલ્લીમાં ખુશનુમા વાતાવરણ

દેશની રાજધાની નવી દિલ્લીમાં ખુશનુમા વાતાવરણમાં શરુ થયેલી આજની ગણતંત્ર દિવસની પરેડનો વિધિવત પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ પદાધિકારીઓ અને ભારતીય સેનાના શીર્ષસ્થ અધિકારીઓ દ્વારા 'રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક' પર શહીદોને શ્રદ્ધાસુમન પાઠવવાની સાથે થયો હતો. સલામી મંચ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તિરંગાને સલામી આપ્યા બાદ 'કર્તવ્ય પથ' પરથી ગણતંત્ર દિવસની પરેડનો પ્રારંભ થયો હતો. આ પરેડમાં ટી-90 ટેન્કો, આકાશ વેપન સિસ્ટમ સહિતની અન્ય મહત્વની સૈન્ય સામગ્રીને દર્શાવામાં આવી હતી. આ પરેડમાં મેક ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ, પંજાબ-જાટ-રાજપૂત-ગઢવાલ-શીખ-બિહાર-મહાર સહિતની રેજિમેન્ટના જવાનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત એનસીસી કેડેટ અને એનએસએસના યુવાઓએ પણ પરેડમાં હિસ્સો લીધો હતો. મિગ-29, સી-295, સી-130, જગુઆર, રાફેલ, સુખોઇ-30 જેવા વાયુદળના લડાકુ વિમાનોએ ધ્વજ-બાઝ-પ્રચંડ-ટેંગીલ-રક્ષક-અર્જુન-નેત્ર-ભીમ-અમૃત-વજ્રાન્ગ-ત્રિશુલ અને વિજય જેવી રચનાઓ આકાશમાં રચીને અત્રે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.

ગુજરાતની જીતની હેટ્રિક હાથવેંત છેટી ! રાજ્યના ટેબ્લોને વિજેતા બનાવવા MyGov પર જઈ ભરપૂર વોટિંગ કરો અને ગુજરાતને વિજેતા બનાવવામાં આપનું યોગદાન આપો

26મી જાન્યુઆરી, 2025ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયું છે. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ કરવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતનો ટેબ્લો 'પબ્લિક ચોઈસ એવોર્ડ'માં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે. ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે પણ પબ્લિક ચોઈસ એવોર્ડ મેળવી હેટ્રિક નોંધાવે તે માટે તમારું વોટિંગ અત્યંત ઉપયોગી સાબિત થશે. “સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ”ની થીમ આધારિત ગુજરાત દ્વારા ‘ગુજરાત : આનર્તપુર થી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ’ વિષયનો ટેબ્લો રજુ કરવામાં આવ્યો છે. MyGov.in વેબસાઈટ પર "VOTE for your favourite Tableaux & Contingnet at Republic Day 2025 અથવા Poll for the best Tableaux & Marching Contingent 2025" અંતર્ગત વોટિંગ લિંક તા.26 જાન્યુઆરીના રોજ સવારથી જ લાઈવ થઇ છે. આ લિન્કમાં ગુજરાતના ટેબ્લો સામે આપેલા વિષય ઉપર ટીક કરીને આપનો વોટ નોંધાવો અને ગુજરાતના ટેબ્લોને વિજયી બનાવો.

https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching-contingent-republic-day-parade-2025/

 

 

 

Tags :
76th Republic DayGujaratGujarat First Republic Day 2025Gujarat NewsGujarati NewsGujarati Top Newspm modiTop Gujarati News
Next Article