સુખબીર સિંહ બાદલનું રાજીનામું, Punjab માં કંઈક નવાજૂની થવાના એંધાણ!
- Punjab માંથી એક મોટા સમાચાર સામે આવ્યા
- શિરોમણી અકાલી દળના પ્રમુખનું રાજીનામું
- સુખબીર સિંહ બાદલે પોતાના પદ પરથી આપ્યું રાજીનામું
પંજાબ (Punjab)માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. શિરોમણી અકાલી દળ (SAD)ના વડા સુખબીર સિંહ બાદલે રાજીનામું આપી દીધું છે. તેમણે અકાલી દળના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. સુખબીર સિંહ બાદલે પોતાનું રાજીનામું પાર્ટીની વર્કિંગ કમિટીને સુપરત કર્યું છે. ચાલો જાણીએ કેમ રાજીનામું આપ્યું?
અકાલી દળના વરિષ્ઠ નેતા ડૉ. દલજીત ચીમાએ એક્સ પર પોસ્ટ કરીને સુખબીર સિંહના રાજીનામાની જાણકારી આપી. તેમણે કહ્યું કે, સુખબીર સિંહ બાદલે એસએડી પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું, જેથી નવા પ્રમુખની ચૂંટણી માટે રસ્તો સાફ થઈ શકે. તેમણે તેમના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવવા અને તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન પૂરા દિલથી સમર્થન અને સહકાર આપવા બાદલ પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો.
આ પણ વાંચો : Chhattisgarh માં ફરી એન્કાઉન્ટર, કાંકેરના જંગલમાં 5 નક્સલવાદીઓ ઠાર
18 મીએ ચંદીગઢમાં વર્કિંગ કમિટીની બેઠક યોજાશે...
ડૉ. દલજીત ચીમાએ કહ્યું કે SAD કાર્યકારી સમિતિના પ્રમુખ બલવિંદર સિંહ ભૂંડરે 18 નવેમ્બરે ચંદીગઢમાં પાર્ટીના મુખ્યાલયમાં બપોરે 12 વાગ્યે પાર્ટી વર્કિંગ કમિટીની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ સમિતિ સુખબીર સિંહ બાદલ દ્વારા આપવામાં આવેલા રાજીનામા પર વિચારણા કરશે અને આગળની કાર્યવાહી નક્કી કરશે. તમને જણાવી દઈએ કે SAD પ્રમુખ, પદાધિકારીઓ અને કાર્યકારી સમિતિની ચૂંટણી 14 ડિસેમ્બરે યોજાવાની છે, જ્યારે વર્તમાન ગૃહનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Shraddha Walker Murder નો આરોપી આફતાબ હવે લોરેન્સ ગેંગના નિશાના પર
સુખબીર સિંહ 2008 થી SAD ના અધ્યક્ષ હતા...
તમને જણાવી દઈએ કે સુખબીર સિંહ બાદલ વર્ષ 2008માં SADના અધ્યક્ષ બન્યા હતા. અગાઉ તેમના પિતા પ્રકાશ સિંહ બાદલે પાર્ટીની કમાન સંભાળી હતી. પંજાબ (Punjab)ની 4 વિધાનસભા સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે. આ પહેલા તેમણે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે કોણ બનશે SAD ના પ્રમુખ? તે આવનારા સમયમાં ખબર પડશે.
આ પણ વાંચો : WHO: ભારત પર વધુ એક ખતરનાક બિમારીનો ખતરો