Ahmedabadની રૂબ્સ સ્કૂલમાં ફીના નામે વસૂલી
- અમદાવાદની મણિનગરની રૂબ્સ સ્કૂલમાં ફીના નામે વસૂલી સામે આવી
- અમદાવાદની રૂબ્સ સ્કૂલ સંચાલકોએ નિયમ કરતા ઊંચી ફી વસૂલી
- મામલો પ્રકાશમાં આવતા અમદાવાદ શહેર DEO એ નોટિસ આપી
- 200 વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી મસમોટી ફી
Ahmedabad Reubs School : અમદાવાદના મણિનગર વિસ્તારની રૂબ્સ સ્કૂલ (Ahmedabad Rubs School)માં નિયમ કરતા ઉંચી ફી વસુલાતી હોવાનો મામલો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. રુબ્સ સ્કૂલના સંચાલકોઅ વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી વસુલી હોવાનું ધ્યાનમાં આવતા અમદાવાદ શહેર ડીઇઓ દ્વારા શાળાને નોટિસ આપી છે.
કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની ટીમ તપાસ માટે પણ પહોંચી
અમદાવાદની રૂબ્સ સ્કૂલ સંચાલકોએ નિયમ કરતા ઊંચી ફી વસૂલી હોવાની ફરિયાદ મળતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી હતી . કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની ટીમ તપાસ માટે પણ પહોંચી હતી. આ શાળા ગ્રાન્ટેડ શાળા હોવા છતાં શાળા દ્વારા નિયમ કરતા વધારે ફી વસૂલવામાં આવતી હોવાનો શાળા પર આરોપ છે.
આ પણ વાંચો---Ahmedabad : યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં પોલીસ આરોપી સુધી તો.
રૂપિયા 720 ની જગ્યાએ 25,000 જેટલી રકમ વાર્ષિક ફી તરીકે ઉઘરાવાઇ
ગ્રાન્ટેડ વિભાગમાં ધોરણ 9 થી 12માં શાળામાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમની પાસેથી રૂપિયા 720 ની જગ્યાએ 25,000 જેટલી રકમ વાર્ષિક ફી તરીકે ઉઘરાવવામાં આવતી હોવાનું કચેરીના ધ્યાને આવ્યું હતું. ગ્રાન્ટેડ શાળામાં સી વિકલ્પ વાળી શાળાને નિયમ પ્રમાણે 720 રૂપિયા ઉઘરાવવા ની સત્તા હોય છે જ્યારે 1500 રૂપિયા કોમ્પ્યુટર ફી તરીકે લઈ શકે છે. જ્યારે ગ્રાન્ટેડ શાળા તરીકે સીધી રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ મેળવતી શાળા ને માત્ર 25 રૂ. ફી ટર્મ ફી લેવાની સત્તા છે.
ડીઇઓ કચેરી દ્વારા ઉંડી તપાસ
જોકે રૂબ્સ અંગ્રેજી માધ્યમની સ્કૂલ ફી વિકલ્પ વાળી શાળા છે. કચેરી દ્વારા રૂબરૂ તપાસ કરીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ની વિગતો, ફીની રિસિપ્ટ વગેરે બાબતો મેળવવામાં આવી છે.
આ પણ વાંચો----Gandhinagar : તમામ યુનિવર્સિટીમાં હવે હેલ્મેટ ફરજિયાત! DGP એ લખ્યો પત્ર