Patan : બોગસ હોસ્પિટલ, નકલી તબીબ અને બાળ તસ્કરીનાં કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા!
- Patan બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો
- રૂપસી ઠાકોરે બાળક આરોપી સુરેશ અને શિલ્પાને આપ્યું હતું
- પોલીસે રૂપસી ઠાકોરને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરી
પાટણમાં (Patan) બાળ તસ્કરી મામલે મોટા સમાચાર આવ્યા છે. થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસી ઠાકોરે આરોપી સુરેશ ઠાકોર (Suresh Thakor) અને શિલ્પા ઠાકોરને બાળક આપ્યું હતું અને સુરેશ અને શિલ્પા ઠાકોરે બાળકને નીરવ મોદીને વેચ્યું હતું. આરોપીઓએ બાળક દતકના નામે વેચ્યું હતું. જો કે, ફરિયાદી નીરવ ઠાકોરે (Nirav Thakor) બાળક પરત કરી દેતા સુરેશ અને શિલ્પા ઠાકોર દ્વારા બાળકને ડીસાનાં મોટા ગામ નજીક ત્યજી દેવાયું હતું. આ કેસમાં આરોપી સુરેશ અને શિલ્પા ઠાકોરની અટકાયત કરાઈ છે, જ્યારે પોલીસે રૂપસી ઠાકોરને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો - Patan : નકલી હોસ્પિટલ ખોલી બાળક વેચવાનાં કૌભાંડમાં બોગસ ડોક્ટર પર કોર્ટનો કોરડો!
રૂપસી ઠાકોરે બાળક સુરેશ અને શિલ્પાને આપ્યું હતું
પાટણમાં (Patan) બોગસ તબીબ દ્વારા બાળક વેચી દેવા મામલે તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસનાં (Patan Police) જણાવ્યા મુજબ, થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસી ઠાકોર દ્વારા નકલી તબીબ સુરેશ ઠાકોર (Suresh Thakor) અને શિલ્પા ઠાકોરને આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુરેશ અને શિલ્પાએ આ બાળકને દતકનાં નામે ફરિયાદી નીરવ ઠાકોરને વેચવામાં આવ્યું હતું. જો કે, ફરિયાદી નીરવ ઠાકોરે (Nirav Thakor) બાળક સુરેશ ઠાકોરને પરત આપી દેતા સુરેશ અને શિલ્પા ઠાકોરે બાળકને ડીસાનાં (Deesa) મોટા ગામ પાસે ત્યજી દીધું હતું.
આ પણ વાંચો - BZ GROUP Scam : CID ક્રાઇમે કહ્યું- માત્ર 2 બેંક ખાતામાં જ રૂ.175 કરોડની રકમ..!
પોલીસે રૂપસી ઠાકોરને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરી
ત્યાર બાદ ગઢ પોલીસ મથકમાં બિનવારસી બાળક મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દ્વારા બાળકને પાલનપુર ખાતે આવેલા બાળક બાળશિહુ ગૃહમાં મોકલવામાં આવ્યું હતું. હાલ, બાળક તંદુરસ્ત હાલતમાં છે. પોલીસે આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને (Shilpa Thakor) અટકાયત કરી છે અને રૂપસી ઠાકોરને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરી છે. માહિતી અનુસાર, શિલ્પા ઠાકોર ફિમેલ હેલ્થ વર્કર છે જે કુશ હોસ્પિટલ રાધનપુર ખાતે નોકરી કરતી હતી. જ્યારે, રૂપસી ઠાકોર થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતો હતો. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ અને જન્મ પ્રમાણ પત્ર બાબતે પણ તપાસ આદરી છે. ઉપરાંત, બાળકનાં માતા-પિતા કોણ છે ? તેમ જ આરોપીઓ દ્વારા અન્ય કોઈ બાળકની તસ્કરી કરાઈ હતી કે કેમ ? તે દિશામાં પણ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો - સાહેબો અને ગુનેગારોની સેવામાં રહેતા Ahmedabad ના 13 પોલીસવાળાની બદલીનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો